101+ Latest Suvichar In Gujarati (ગુજરાતી સુવિચાર ફોટા)

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવા ઘણા સુવિચાર “Latest Suvichar In Gujarati With Photo, Text and SMS (લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

ચોક્કસ પણે આજે લોકો વચ્ચે સોશિયલ મીડિયા નો ખુબ ક્રેઝ છે. જયારે આપણી સવાર આવા લોકપ્રિય પ્લેટફોર્મથી શરુ થાય છે, જયારે દિવસ નો અંત પણ આપણે તેની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા સુંદર સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા અલગ અલગ સોશિયલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.

Latest Suvichar In Gujarati With Photo, Text and SMS (લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા)

નીચે તમને થોડા સુવિચાર નું એક સુંદર કલેક્શન આપવામાં આવ્યું છે, જેનો ઉપીયોગ તમે કોઈ પણ પ્લેટફોર્મ પર આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વોટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. અહીં આપેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલ છે.

latest suvichar in gujarati

ઓળખથી તમને સન્‍માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.

તક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને તક ઝડપી લે તે બુદ્ધિશાળી.

મૂર્ખ મિત્ર કરતા તો બુદ્ધિમાન શત્રુ સારો.

સફળ શિક્ષણ એ સફળ જીવનનો પાયો છે.

latest suvichar in gujarati

વિધા એક એવી વીટી, છે જે વિનયનાં નંગ વડે દીપે છે.

વિપત્તિમાં હિંમત રાખવી તે જ સાચો ઉપાય.

હું સુખી છુ એનું કારણ એક જ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી.

ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે, કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જયારે જ્ઞાન તમારી રક્ષા કરે છે.

સદ્ગૃહસ્થ તરીકે જન્મવું તે અકસ્માત છે,જયારે સદ્ગૃહસ્થ તરીકે મરવું તે એક સિદ્ધિ છે.

વાંચન એ ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે.

latest suvichar in gujarati
latest suvichar in gujarati

સમયનો વ્યય એ દરેક ખર્ચમાં સૌથી મોંઘામાં માંઘો ખર્ચ છે.

વસ્ત્રો ભલે જીર્ણ પહેરો, પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ.

કોઈની મહેરબાની માંગવી એટલે આપણે આપણી સ્વતંત્રતા વેચવી.

તકલીફ તકલીફ કરી તક્લીફમાં પડવું એ જ મોટી તકલીફ છે.

ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.

હાથમાંથી જે છટકી ગયું છે, તેના ઉપર અફસોસ ન કરો.

latest suvichar in gujarati

કષ્ટથી કદી હારે નહિ તેનું નામ જિનિયસ.

જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચારિત્ર્ય નિર્માણનું હોવું જોઈએ.

સ્વભાવ સરળ હોય તો, દરેક કાર્ય પણ સરળ થઈ જશે.

અભિમાનથી માનવી ફલાઈ શકે છે, પણ ફેલાઈ શકતો નથી.

નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ આપો-આપ તમારી પાછળ દોડતું આવશે.

માત્ર નસીબને ભરોસે બેસી રહેવાથી, તકને કયારેય ઓળખી ના શકાય.

latest suvichar in gujarati

અજ્ઞાનીઓની સભામાં જ્ઞાનીઓનું આભૂષણ મોન છે.

વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.

જે તમારા દોષ દેખાડે, તેને દાટેલું ધન દેખાડનારો વ્યક્તિ સમજો.

નિંદા કરવી અને સાંભળવી તે બન્ને મહાન પાપ છે.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું, તેટલી તે આપણી પાસે વધારે આવશે.

હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ આપજે.

latest suvichar in gujarati

સાચી મિત્રતા એટલે સુખનો ગુણાકાર અને દુઃખોની બાદબાકી.

ભય કાયમ અજ્ઞાનતા માંથી જ ઉભો થાય છે.

જેની પાસે “માં” ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે, એ માસ્તર.

આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.

પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર.

નિડર માણસો જડપથી સિંહાસને આરૂઢ થાય છે.

અતિથિ સત્કારનો ઈન્કાર કરવો, એ જ સૌથી મોટી દરિદ્રતા છે.

આત્મગૌરવ ગુમાવીને જીવિત રહેવું તે મૃત્યુથી પણ વધુ ખરાબ છે.

suvichar in gujarati
suvichar in gujarati

એક યુગની સંસ્કૃત્તિ તે પછીનાં યુગનું ખાતર બની રહે છે.

શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.

કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.

કોમ્પ્યુટરની જેમ સંબંધમાં પણ રિફ્રેશ થવુ જરૂરી છે.

ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.

રાતે ઘસઘસાટ ઊઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.

suvichar in gujarati

જીવનમાં જો આગળ વધવું હોય તો, ”થાક” અને ‘આળસ” વચ્ચેનો ભેદ સમજવો.

શ્રદ્ધાથી તો માણસો પહાડો પણ ઓળંગી જાય છે.

બદલો ના લો, પણ પોતાને બદલીને બતાવો.

ઘન કમાવવું એ ખરાબ બાબત નથી, પણ તેનો દુરઉપયોગ કરવો એ ખરાબ બાબત બની શકે છે.

સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.

દોડવું નિરર્થક છે, મુખ્ય વાત તો સમયસર નિકળવું તે છે.

ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.

ધૃણા શેતાનનું કામ છે, ક્ષમા મનુષ્યનો ધર્મ છે.

Suvichar In Gujarati With Image and Txt (ગુજરાતી સુવિચાર ફોટો અને ટેક્સ્ટ સાથે)

સારા વિચારો મનુષ્યને પ્રેરણા આપે છે અને સફળતાના માર્ગ પર સીડી બનીને તેમના જીવનમાં માધ્યમ બને છે. એવું માનવામાં આવે છે અને આ ભાગવત ગીતાનો ઉપદેશ પણ છે. કર્મ શ્રેષ્ઠ છે, જેમ વ્યક્તિ કામ કરે છે, તેને સમાન પરિણામ મળે છે. ભાગ્ય, નિષ્ફળતા, આ બધું વ્યક્તિના મનની પેદાશ છે.

જે વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા માંગે છે તે ક્યારેય નાની ઘટનાઓ અને નિષ્ફળતાથી ડરતો નથી. જે રીતે ભયંકર તોફાનમાં પણ હોડી ડૂબતી નથી, કારણ કે તેને દરિયા આગળ નમવું ગમતું નથી, તેવી જ હોડીને કિનારો મળે છે, એટલે કે સફળતા પ્રાપ્ત કરે છે. હું આશા રાખું છું કે તમે ઉપરોક્ત બાબતો સાથે સહમત થશો અને તમારા જીવનમાં નીચે આપેલા ઘણા વિચારોને અપનાવીને, સફળતાનો માર્ગ પસંદ કરીને, તમે તેને પ્રાપ્ત કરશો.

suvichar in gujarati

બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ.

તમારા દુશ્મન કે હરિફનું જરૂર સાંભળો, કારણ કે આપણા દોષોનો ખ્યાલ તેમને જ વધુ હોય છે.

તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

યોગી ન થઈ શકો તો વાંધો નહિ, પરંતુ ઉપયોગી જરૂર બનજો.

suvichar in gujarati

સાચુ બોલવાનો એક ફાયદો છે કે, આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી.

મારો જન્મ મારા માતા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.

કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.

આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે એ કામ કરવાની જરૂર નથી.

suvichar in gujarati
suvichar in gujarati

તકની ખાસિયત એ છે કે, તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે.

આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.

સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો.

સ્નેહની સેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પેસાથી ખરીદી શકાતી નથી.

માણસો સ્વભાવે સરખા હોય છે, પણ તેમની ટેવો તેમને જુદા પાડી દે છે.

suvichar in gujarati

તમે જીવનમાં સદગુણો અપનાવશો તો એ જ સદગુણો તમારી રક્ષા કરશે.

ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે, જમાનો ખરાબ છે.

ખેતરે પહોચો સૌથી પહેલા, ખાટલે પહોચો સૌથી છેલ્લા.

બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા, પીળા દાંત સાથે નો હસતો ચેહરો વધુ સુંદર લાગે છે.

suvichar in gujarati

જયાં સ્ત્રીઓ પૂજાય છે, ત્યાં દેવી-દેવતા નિવાસ કરે છે.

કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચુ છે, તે વાત જ મહત્વની છે.

જે કામ તમે જાતે કરી શકો છો તે બીજાને સોપો નહિ.

બધી કળાઓમાં જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તો જ સાચો કલાકાર.

suvichar in gujarati

ચારિત્ર્ય માટીનાં વાસણ જેવું હોય છે,એકવાર પડયા પછી શેષ કઈ નથી રહેતું.

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી જોઈ શકતા નથી.

મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ, આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય.

suvichar in gujarati
suvichar in gujarati

હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.

દાન આપીને કંઇક મેળવવાની ઈચ્છા રાખીએ એને દાન ન કહેવાય.

જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો, તેની ચિંતામાં પડવા થી ભવિષ્ય પણ ધૂંધળું થઇ શકે છે.

પ્રાયશ્ચિત કરનારો એ સાબિત કરે છે કે, હજી તેનામાં માણસાઈ છે.

suvichar in gujarati

સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન જરૂર કરી શકાય.

ગૂંચ પડી છે તો ઉકેલી નાખો, ગાંઠ પડી છે તો છોડી નાખો, ભૂલ થઇ હોય તો સુધારી નાખો, જેથી આવનારા સમય માં સબંધો જળવાઈ રહેશે.

તમે આળસને માત્ર “આજ” આપશો , તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

સોંદર્ય માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શણગાર નથી.

ચંદ્ર અને ચંદન કરતા સજ્જનનો સંગ વિશેષ શિતળ હોય છે.

સારા સમયમાં મિત્રો આપણને ઓળખે અને નબળા સમયમાં મિત્રોને આપણે ઓળખતા થઈએ એજ સાચી મિત્રતા.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

જો તમારે કામ સૌથી સારું કરવું હોય, તો તેને તમે જાતે જ કરો.

જગતમાં વસ્તુ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.

જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી, એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી.

જીવનમાં સિદ્ધાંત હોવા એ ઉત્તમ બાબત છે, પરંતુ તે મુજબ જીવવું સર્વાત્તમ છે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા
suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

ખરાબ વર્તનનો વિરોઘ વેરથી નહિ પરંતુ સારા વર્તનથી જરૂર કરવો જોઈએ.

હાથ થી કરેલા ઘા કરતા, જીભથી કરેલા ઘા રૂઝાતા બહું સમય લાગે છે.

જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે, તે જ બુદ્ધિમાન છે.

સકારાત્મક વિચાર કરવાથી મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલાઈ જતા હોય છે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી માનવામાં આવે છે.

પ્રેમ એવી ભાષા છે જેને બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે.

કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

સફળતાના દ્વાર ખોલવા હોય, ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

વધારે પડતા કાર્યનો બોજો નહિ , પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.

સ્નેહપૂર્વક અપાએલ નાનામાં નાનુ દાન પણ મોટુ છે.

કાર્ય નાનું હોય કે મોટુ, તેની અસર સકારાત્મક હોવી જોઈએ.

તક ભાગ્યે જ મળે છે, જેને ડાહયો માણસ જતી કરતો નથી.

તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો, એ કામ કરો જ નહિ.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા
suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

વિચાર જયારે આચારમાં દ્રઢ બની જાય, ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે.

ચિંતાજનક બનેલી ઘટનાને જે ભૂલી જાય છે, તેની યાદશકિત ઉત્તમ કહેવાય.

જયારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો હંમેશા વિચાર કરો.

ઉપિયોગ વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને જરૂરિયાત વિનાનો ત્યાગ સંપૂર્ણ રીતે વ્યર્થ છે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

પારકાનું ભલુ કરવું તે પુણ્ય છે અને બીજાને દુઃખ દેવુ તે પાપ છે.

આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ ઉભી થાય છે.

કામથી મો ફેરવી લેવું, અને ગમો કે અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.

જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.

તમે રહો છો એ ઘર નથી, પણ તમે જેનાં વગર રહી શકતા નથી તેને ઘર છે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

માણસની પરખ એના મિત્રો અને દુશ્મનો જોઈને થાય.

મને આ વાત માં વિશ્વાસ છે. તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, કસરતથી જે લાભ શરીરને મળે છે તે લાભ વાંચનથી મગજને મળે છે.

ચારિત્ર્ય જ મનુષ્યની સોથી મોટી મુડી છે.

જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે, તે તમારો સારો સમય ચાલી રહ્યો છે.

ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે.

suvichar in gujarati with photo- લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા

સંકટ સમયે હિંમત ધારણ કરી લેવી એ અડધી લડાઈ જીતી લીધા બરાબર છે.

સુખ અને પ્રસન્નતા પામવી હોય તો જરૂરિયાત ઓછી કરવાથી પામી શકાય છે.

તરસ્યા ને પાણી પાવું , ભુખ્યાને રોટલો આપવો , અંધને રસ્તો બતાવવો, એ એક પુણ્ય નું કામ છે.

જેની પાસે ઓછું ધન છે, તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ.

જેની કિર્તી નષ્ટ થઈ જાય છે, તેનું જીવન જ નષ્ટ બની જાય છે.

પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ Latest Suvichar In Gujarati કોપી કઈ રીતે કરવા?

તમામ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

ગુજરાતી સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ ગુજરાતી સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “Latest Suvichar In Gujarati With Photo, Text and SMS (લેટેસ્ટ ગુજરાતી સુવિચાર ફોટા)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment