ભાવ ભીની શ્રદ્ધાંજલિ Status- Shradhanjali Message in Gujarati

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ શ્રદ્ધાંજલિ Quotes, વાક્યો, SMS, Status and Text- Death Shradhanjali Message in Gujarati Language આર્ટિકલ માં આપણે કોઈ પણ વ્યક્તિ જે આપણને છોડીને ચાલ્યા ગયા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મેસેજ વિષે વાત કરીશું.

સંસારમાં મૃત્યુ અને જીવનનો ખેલ હંમેશા ચાલતો રહે છે. તે એક સતત પ્રક્રિયા છે જે ક્યારેય અટકતી નથી કે ક્યારેય શરૂ થતી નથી કે અંત આવતો નથી. જો અહીં જીવનની જરૂર છે, તો તે મૃત્યુ વિના શક્ય નથી. એક રીતે અંધકાર પ્રકાશનો વિરોધી છે અને એક અર્થમાં સાથી પણ છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખો. વિરોધી એ અર્થમાં કે તે અંધકારની બરાબર વિરુદ્ધ છે. સાથી એ અર્થમાં કે અંધકાર વિના પ્રકાશ ન હોઈ શકે.

જો અહીં જીવનની જરૂર છે, તો તે મૃત્યુ વિના શક્ય નથી. એક રીતે અંધકાર પ્રકાશનો વિરોધી પણ છે અને એક અર્થમાં સાથી પણ છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીયે તો વિરોધી એ અર્થમાં કે તે અંધકારની બરાબર વિરુદ્ધ છે. સાથી એ અર્થમાં કે અંધકાર વિના પ્રકાશ ન હોઈ શકે. અંધકાર એ પ્રકાશની પૃષ્ઠભૂમિ પણ છે અને જીવન અને મૃત્યુનો સંબંધ પણ છે.

આ લિંક દ્વારા તમને એજ કેલ્ક્યુલેટર- एज कैलकुलेटर મળશે, જ્યાં તમે તમારી ઉમર નો અંદાજ લગાવી શકો છો, એક વાર જરૂર ટ્રાઈ કરો.

શ્રદ્ધાંજલિ Quotes, વાક્યો, SMS, Status and Text- Death Shradhanjali Message in Gujarati Language

મૃત્યુ વિના જીવનની કોઈ શક્યતા નથી. તે મૃત્યુની ભૂમિમાં છે કે જીવનના ફૂલો ખીલે છે અને મૃત્યુમાં તે તૂટી જાય છે, પડી જાય છે અને વેરવિખેર થાય છે. આપણી સાથે રહેલા વ્યક્તિ આજે છે અને કાલે કદાચ ના પણ હોઈ શકે. તો ચાલો થોડા ભાવ ભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા Quotes, વાક્યો, SMS, Status, Message અને text જોઈએ જે સોશ્યિલ મીડિયા માં શેર કરવા ઉપીયોગી થશે.

માનવજીવન હોય કે પશુ પક્ષીઓનું જીવન, દરેકનું જીવન જીવન મરણના ચક્ર માં બંધાયેલું અને ફસાયેલું છે. દુનિયા માં કોઈપણ મનુષ્ય કે પ્રાણી સ્વેચ્છાએ મરવા માંગતો નથી અને તે ઇચ્છે છે કે તે કાયમ જીવતો જ રહે, તેને ક્યારેય કોઈ રોગ ન થાય. જીવિત કોઈ પણ પ્રાણીને દુઃખ ગમતું નથી. પરંતુ તેમ છતાં જન્મ મરણનું ચક્ર જીવન અને સુખ દુઃખમાં વધારા ઘટાડા સાથે ચાલે છે.

તમે જોયુંજ હશે કે તમારા પરિવાર અને તમારી નજીકના અન્ય લોકો કે જેઓ તમારા કરતા મોટા હતા, તેઓ અમુક સમય પછી તમારી સમક્ષ મૃત્યુ પામતા રહ્યા. કેટલાક બીમાર પડ્યા પછી મૃત્યુ પામે છે અને કેટલાક એકસમીક કારણો સર અચાનક મૃત્યુ પામે છે. મૃત્યુના ઘણા કારણો હોઈ શકે છે.

તેથી, આપણે બધાએ જીવન અને મૃત્યુને જાણવું જરૂરી છે, જેથી આપણે જીવન અને મૃત્યુ વિશેની સત્યતા જાણીને અન્ય કરતા ઓછા દુઃખી થઈએ. જીવન અને મૃત્યુ તો એક હકીકત છે તો તેના થી ડરવું શું કામ, ભગવાને પણ જયારે ધરતી પર જન્મ લીધો તો મૃત્યુ ને ભેટવું પડ્યું હતું તો આપણે તો સામાન્ય માણસ છીએ.

આ પણ જરૂર વાંચો- 100+ સુપ્રભાત સુવિચાર- Good Morning Gujarati Quotes

Shradhanjali Message in Gujarati (શ્રદ્ધાંજલિ Quotes in Gujarati Text and Photo)

જીવન એવું જીવી ગયા- shradhanjali message in gujarati
જીવન એવું જીવી ગયા- shradhanjali message in gujarati

જીવન એવું જીવી ગયા કે સઉ ના દિલ માં વાસી ગયા.
આપનો આનંદિત અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે અમારી સાથે રહેશે.
🙏 💐 ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 💐🙏

અખંડ બ્રહ્માંડ ના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ માં તેમના દિવ્ય આત્માને ચિર શાંન્તિ આપે અને શ્રી ઘનશ્યામ મહારાજ નિજ ચરણ નું સુખ આપે તેવી પરમકૃપાળુ ભગવાન સ્વામિનારાયણ ના ચરણ મા અંતઃકરણપૂર્વક તેમને સ્થાન મળે તેની ની પ્રાર્થના!!
પ્રભુ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના…
💐🙏 ૐ શાંતિ શાંતિ 🙏 જય સ્વામિનારાયણ 🙏
💐

સારા માણસો તો તરત હૃદયમાં જગ્યા મેળવી લે છે.
દુઃખ તો એજ છે કે સાથ પણ જલ્દી છોડી ચાલ્યા જાય છે.
💐પ્રભુ ને બસ એલટી પ્રાર્થના કે તેના આત્મા ને શાંતિ મળે.
💐

નથી હાજર પણ, સાથે છો તમે તેમ લાગ્યા કરે છે.
હર પલ તમારા હોવાનો આભાસ થયા કરે છે.
પણ મારી યાદો માં સતત તમારા દર્શન થયા કરે છે.
🙏💐 પ્રભુ તમારી આત્મા ને શાંતિ આપે. 💐🙏

દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા.
પ્રભુ આપના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
💐ૐ શાંતિ💐

પરમ કૃપાળુ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને ચિર, શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને આપના પરીવાર પર આવી પડેલા દુ:ખ ને સહન કરવાની પરમાત્મા આપને શક્તિ આપે.
💐💐💐મારા શુધ્ધ હૃદયથી પ્રભુના ચરણોમાં પ્રાથઁના🙏🙏🙏

શ્રદ્ધાંજલિ message- shradhanjali in gujarati
શ્રદ્ધાંજલિ message- shradhanjali in gujarati

વાસ્તવિકતા ને કોણ ટાળી શકે છે.
જેને જીવન મેળવ્યું છે, તેનું મૃત્યુ તો નિશ્ચિત છે.
છતાં તમારા પરિવાર ને ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
💐ભગવન દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના💐

મોટુંમનુષ્ય જીવન મળવું એ તો સદ્ભાગ્ય નું પરિણામ છે.
મુત્યુ થવું એ સમયનો ખેલ છે.
જયારે મૃત્યુ પછી પણ લોકો ના હદયમાં જીવીત રહેવું,
એ જીંદગીમાં કરેલા કર્મોનું પરિણામ છે.
તમે અમારા હદયમાં હંમેશા માટે અમર છો.
🙏 💐 જગત ના દેવ મહાદેવ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ એકજ પ્રાર્થના.. 💐🙏

અચાનક ખુબ જ દુઃખદ બનાવ બન્યો.
💐પ્રભુ તમારા પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.💐

આ દિવ્ય આત્મા ને પ્રભુ અક્ષરધામ નુ સુખ આપે.
અને સદા તેમના ચરણોમાં સ્થાન આપે
હરી ના ચરણો મા મારી બસ આ એક જ પ્રાર્થના.
💐🙏જય સ્વામિ નારાયણ 🙏💐
💐🙏ૐ શાંતિ શાંતી🙏💐

શ્રદ્ધાંજલિ status- death shradhanjali message in gujarati
શ્રદ્ધાંજલિ status- death shradhanjali message in gujarati

જીવન હતું નાનું પણ અનોખી છાપ દિલ માં છોડી ગયા.
રડી લઈશું જયારે યાદ આવશે તમારી.
તમારી અણધારી વિદાય હૃદય ને અચકો આપી ગઈ.
💐ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.💐

🙏 💐 ભગવાન શ્રી સ્વામિનારાયણ સદ્દગતનાના મુક્ત આત્માને શાશ્વત શાંતિ આપે તેવી બસ એક જ પ્રાર્થના 💐🙏

છોડી બધા સ્વજનનો સાથ, જઈ વસ્યા મહાદેવ ની સંગાથ.
આપણી આવી અણધારી વિધાય થી અહીં બધા ખુબ શોક ની લાગણી અનુભવે છે.
🙏 💐 પ્રભુ આપના દિવ્ય આત્માને હંમેશા માટે શાંતિ અર્પે તેવી પ્રાર્થના. 💐🙏

સર્વશક્તિમાન મહાદેવ ને મારી પ્રાર્થના છે.
પરમ કૃપાળુ પ્રભુ સમગ્ર પરિવારને આવી અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે.
અને દિવ્ય આત્માને તેમના ચરણો માં હંમેશા માટે સ્થાન આપે.
🙏 💐 ૐ શાંતિ શાંતિ શાંતિ 💐🙏

આવા દુઃખદ સમાચાર સાંભળીને ખરેખર આઘાત લાગ્યો.
મારા આંસુ અટકતા નથી.
પ્રભુ એમની આત્મા ને શાંતિ આપે.
💐 🌹 અમારી પ્રાર્થનાઓ તમારી સાથે છે. 💐 🌹

આપની સ્મિત વાળી મુખ મુદ્રા હંમેશા યાદ રહેશે,
આપના ઉચ્ચ આદર્શ અમારા માટે હંમેશા સુવાસિત રહેશે.
અમર આપણી મધુર યાદી રહેશે,
ને હંમેશા પ્રેરણારૂપ આપની સાવરણી રહેશે.
🌹 💐 અશ્રુભીની આંખે આપને હૃદય થી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.💐🌹

પરમ કૃપાળુ દેવો ના દેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને અશ્રરધામ મા વાસ કરાવે તેવી પ્રાર્થના.
આપના પરીવાર પર આવી પડેલા આવા દુઃખ ને સહન કરવાની ભગવાન આપને અને આપના પરીવાર ને શક્તિ આપે તેવી પ્રાથઁના
💐ૐ શાંતિ: 🙏 💐
💐 જય શ્રી સ્વામિનારાયણ💐

Army Shradhanjali Message in Gujarati (આર્મી શ્રદ્ધાંજલિ Status)

દેશ માટે જીવ નું બલિદાન આપનાર આ ભારત ના વીર જવાનના આપણે સઉ હંમેશા માટે ઋણી રહીશું.
પરમ કૃપાળુ મહાદેવ એમના દિવ્ય આત્માને શાંતિ આપે
અને
🙏 પરિજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી અંતર મનથી પ્રાર્થના કરું છું.🙏
🙏જય હિન્દ🙏

અમને સદાય માટે ઋણી બનાવી
દેશ માટે મોત ને સ્વીકારનાર વીર શહિદ જવાન ને કોટી કોટી વંદન.
🙏પ્રભુ આત્મા ને અક્ષરવાસ આપે🙏
🙏જય હિન્દ🙏

army shradhanjali message in gujarati
army shradhanjali message in gujarati

આજ તો વાદળ પણ ખુબ રોયા છે.
કેમકે
આજે તો મારા દેશે વીર જવાનો ને ખોયા છે.
🙏જય હિન્દ ભારત માતા કી જય🙏

કોટી કોટી વંદન છે મારા દેશ ના વીર જવાનો ને
જેમને આપણા માટે પોતાના જીવ દીધા છે.
🙏જય હિન્દ 🙏 ભારત માતા કી જય🙏

શત શત નમન વીર જવાન ને
રક્ત વહાવી દેશ ની રક્ષા માટે જીવન નો ત્યાગ કર્યો.
🙏જય ભારત 🙏
જય હિન્દ 🙏

દેશ ની રક્ષા માટે પ્રાણ ની આહુતિ આપનાર
શહીદો ને કોટી કોટી વંદન.
🙏જય ભારત 🙏
ભારત માતા કી જય 🙏

PAPA Shradhanjali Message in Gujarati (પિતા શ્રદ્ધાંજલિ Status, પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ મેસેજ)

જિંદગી પાસે જે માગ્યું ઘણું છતાં બધું મળ્યું નથી
પણ
મારા પપ્પા પાસે નથી માગ્યું છતાં બધું મળ્યું છે.
🙏🏻પ્રભુ પાસે પણ એ જ માગું છું કે દિવ્ય આત્મા ને તારા ચરણો માં સ્થાન આપજે.🙏🏻

પિતા વિષે તો શું લખું.
એમના તો હસ્તાક્ષર છું હું.
🙏🏻પ્રથમ પુણ્યતિથિ એ પપ્પા ને શ્રદ્ધાંજલિ🙏🏻

જેણે બધું મેળવ્યું છે
જેણે બધું ખોયું છે,
જેણે બધું સીખવાડ્યું છે.
કોટી કોટી નમન એવા પિતા ને
🙏🏻પ્રથમ પુણ્યતિથિ એ પપ્પા ને શ્રદ્ધાંજલિ🙏🏻

પિતા શ્રદ્ધાંજલિ- papa shradhanjali message in gujarati
પિતા શ્રદ્ધાંજલિ- papa shradhanjali message in gujarati

ઘણી ચોપડીયો વાંચી પણ
પણ
પપ્પા તમે જે જીવન નો પાઠ શીખવ્યો
તે
કોઈ ચોપડી માં ના મળ્યો
🙏🏻ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏🏻

જીવન માં ઘણા લોકો નો સાથ મેળવ્યો
અને
ઘણા લોકો એ સાથ છોડ્યો.
પણ
મારા પિતા તો જીવન ભર મારી સાથે જ રહ્યા.
🙏🏻ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏🏻

Dost Shradhanjali Message in Gujarati (દોસ્તી શ્રદ્ધાંજલિ શાયરી)

હંમેશા તમારી ખોટ નો અનુભવ મને થશે.
પરમ મિત્ર તારા દૂર થવાનું મને ખુબ દુઃખ છે.
💐🙏🏼કૃપા કરી અને પ્રભુ મારા દોસ્ત ને તારા ચરણો માં સ્થાન આપજે.🙏🏼💐

હે ઈશ્વર તારા ખજાનો એવી તો શું ખોટ પડી
કે
મારા મિત્ર ને તે મારી પાસે થી છીનવી લીધો.
💐તને એક જ પ્રાર્થના કે મારા મિત્ર ના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે💐

મારી પાસે તો સુખ અને દુઃખ વ્યક્ત કરવા મારો એક દોસ્ત જ હતો.
ભગવાન આજે તે મને એકલો કરી દીધો.
💐તને પ્રાર્થના છે કે તેના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે💐

Always Miss You દોસ્ત.
જીવન માં ઘણું મેળવ્યું અને ગુમાવ્યું
પણ
તું હંમેશા મારી સાથે હતો,
આજે અચાનક તું પણ છોડી અને ચાલ્યો ગયો.
💐મહાદેવ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.💐

બધા મિત્રો એક જેવા નથી હોતા
થોડા આપણા થઇ અને આપડા નથી હોતા.
તમારી સાથે દોસ્તી થતા અનુભવ થયો
કોણ કે છે કે તારા જમીન પર નથી હોતા.
💐ભગવાન તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.💐

પડછાયો પણ સાથ છોડી દે છે,
પણ
તારા જેવા દોસ્તે કોઈ દિવસ મારો સાથ ના છોડ્યો.
અને
આજ હંમેશા માટે મને છોડી અને ચાલ્યો ગયો.
પ્રભુ ને એક જ પ્રાર્થના
💐આવતા જન્મ માં ફરી અમે બંને દોસ્ત બનીએ
અને તેમની આત્મા ને શાંતિ આપે.💐

લોકો એ જીત્યા ધન, દોલત અને બંગલા,
મેં તો દિલ થી એક મિત્ર જીત્યો હતો.
જે અણધારી ઘડી એ મારો સાથ છોડી અને ચાલ્યો ગયો,
પણ
તારી છબી તો દિલ માં હંમેશા મારી સાથે જ છે.
🙏🏼ૐ શાંતિ 🙏🏼

તમારા મિત્ર તમારી તમામ મર્યાદા ઓથી પરિચિત છે
છતાં એ તમારી સાથે ઉભો રહે છે.
આવો એક મિત્ર આજ હંમેશા માટે મારો સાથ છોડી ચાલ્યો ગયો.
💐🙏🏼ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે 🙏🏼ૐ શાંતિ 🙏🏼💐

દોસ્ત શ્રદ્ધાંજલિ- dost shradhanjali message in gujarati
દોસ્ત શ્રદ્ધાંજલિ- dost shradhanjali message in gujarati

જીવન માં મૈત્રી નો અભાવ હતો, પણ તમારા જેવા મિત્રનો નહિ.
💐🙏🏼ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે 🙏🏼💐

જેટલી વાર આપણે એક સાચો મિત્ર ગુમાવીએ તેટલી વાર આપણુ પણ જીવતા મૃત્યુ થાય છે.
💐🙏મહાદેવ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏💐

દુનિયા માં ઉપકાર મિત્ર હોવાનું ફળ છે
અને
અપકાર શત્રુ હોવાનું લક્ષણ.
આજે મેં એક મારા સારા મિત્ર ને ખોયો.
💐🙏પ્રભુ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.🙏💐

જીવન અને મૃત્યુ શું છે અને કેમ લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે?

કોઈ પણ વ્યક્તિ માટે મૃત્યુ એ બહુ મૂળભૂત પ્રશ્ન છે. હકીકતમાં, મૃત્યુના આંકડા જે આપણે જાણીએ છીએ તેના કરતાં મૃત્યુ આપણી નજીક છે ખરું? જેમ કે દરેક ક્ષણે આપણે અવયવો અને કોષોના સ્તરે મરી રહ્યા છીએ. આ જ કારણ છે કે ડૉક્ટર તમારી અંદર ના અંગો વિષે માહિતી મેળવી અને તમારી ઉંમર વિષે જણાવે છે.

સત્ય એ છે કે આપણે જન્મ લેતા પહેલા જ આપણામાં મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. જો તમે અજ્ઞાની હશો તો જ તમને એવું લાગે છે કે મૃત્યુ કોઈ દિવસે આવશે. જો તમે જાગૃત હશો તો તમે જોશો કે જીવન અને મૃત્યુ બંને દરેક ક્ષણે થઈ રહ્યા છે. જો તમે થોડી વધુ જાગૃતિ સાથે શ્વાસ લો છો, તો તમે જોશો કે દરેક શ્વાસ એ જીવન છે અને તમે જે શ્વાસ છોડો છો તે મૃત્યુ છે.

જન્મ પછી, બાળક પ્રથમ વસ્તુ શ્વાસ લે છે, શ્વાસમાં હવા લે છે. અને, છેલ્લી વસ્તુ જે તમે તમારા જીવનમાં કરશો તે છે શ્વાસ છોડવાનું. તમે શ્વાસ છોડશો અને પછી, જો તમે આગળનો શ્વાસ નહીં લો, તો તમે મરી જશો. જો તમને આ વાત અત્યારે સમજાતી નથી, તો બસ શ્વાસ છોડો અને નાક બંધ કરો. થોડી જ સેકંડમાં તમારા શરીરના દરેક કોષ જીવન માટે તડફડવા લાગશે.

જીવન અને મૃત્યુ દરેક સમયે થાય છે. તેઓ એકબીજાથી અલગ થયા વિના, એક શ્વાસની જેમ સાથે રહે છે. એમનો સંબંધ પણ શ્વાસની પેલે પાર છે, શ્વાસની પેલે પાર છે. શ્વાસ માત્ર સહાયક ભૂમિકામાં છે. વાસ્તવિક કાર્ય જીવન ઊર્જાનું છે, જેને આપણે પ્રાણ કહીએ છીએ અને જે આપણા ભૌતિક અસ્તિત્વને નિયંત્રિત કરે છે.

પ્રાણ પર વિશેષ નિપુણતા પ્રાપ્ત કર્યા પછી, આપણે લાંબા સમય સુધી, શ્વાસની બહાર જીવી શકીએ છીએ. જો કે શ્વાસ શરીરને દરેક સમયે જરૂરી છે, પરંતુ તે જ રીતે ખોરાક અને પાણીની જેમ. મૃત્યુ એ ખૂબ જ મૂળભૂત પાસું છે, કારણ કે જો કંઈક નાનું થાય તો પણ, તમે આવતીકાલે સવાર સુધી ત્યાં ન હોઈ શકો. અને, કાલે સવારે કેમ?

અત્યારે, જો કોઈ નાની વસ્તુ થાય, તો બીજી જ ક્ષણે તમે મરી શકો છો. જો તમે અન્ય જીવો જેવા હોત તો તમે કદાચ આ બધા વિશે વિચારતા ન હોત, પરંતુ એકવાર તમને માનવીય બુદ્ધિ મળી જાય પછી તમે તમારા જીવનના આવા મહત્વપૂર્ણ પાસાને કેવી રીતે અવગણી શકો? તમે તેને અવગણીને કેવી રીતે જીવી શકો છો જેમ કે તમે હંમેશા અહીં રહેવાના છો? એવું કેવું છે કે લાખો વર્ષો સુધી અહીં જીવ્યા પછી પણ માણસ મૃત્યુ વિશે કશું જાણતો નથી. બાય ધ વે, તે જીવન વિશે પણ કંઈ જાણતો નથી. જીવનની તકલીફો તો આપણે જાણીએ છીએ, પણ જીવન વિશે શું જાણીએ છીએ?

મૂળભૂત રીતે, આ પરિસ્થિતિ એટલા માટે આવી છે કારણ કે તમે આ બ્રહ્માંડમાં તમે કોણ છો તેની તમારી સમજ ગુમાવી દીધી છે. જો આપણે જે સૂર્યમંડળમાં છીએ તે આવતીકાલે અદૃશ્ય થઈ જશે, તો બાકીના બ્રહ્માંડને તેના વિશે ખબર પણ નહીં પડે. આ સૂર્યમંડળ એટલું નાનું છે, એક કણ જેવું! આ નાનકડા કણ જેવા સૌરમંડળમાં આપણી પૃથ્વી સૂક્ષ્મ પરમાણુ જેવી છે અને આ પૃથ્વી પરનું તમારું શહેર સુપર-માઈક્રો અણુ જેટલું સુંદર છે.

પણ, એમાં તો તમે બહુ મોટા માણસ છો. આ એક ગંભીર સમસ્યા છે. તમે શા માટે એવું વિચારો છો કે તમે જીવન કે મૃત્યુ વિશે કંઈપણ જાણશો જ્યારે તમે તમે કોણ છો વિશેની તમારી સમજને સંપૂર્ણપણે ગુમાવી દો છો?

બધા ભયનું મૂળ એ છે કે આપણે બધા મૃત્યુ પામવાના છીએ. જો તમે મરવાના ન હોત તો તમને કોઈ ડર ન હોત કારણ કે તમારા ટુકડા કરવામાં આવ્યા હોત તો પણ તમે મૃત્યુ પામ્યા ન હોત. પણ એમાં ડરવાનું શું છે? મૃત્યુ એક અદ્ભુત ઘટના છે. આનાથી ઘણી વસ્તુઓનો અંત આવે છે.

તમે અત્યારે જે રીતે છો, તમને લાગશે કે આ ખરાબ વાત છે, પરંતુ જો તમે હજાર વર્ષ જીવો તો તમારા માટે મૃત્યુ એ મોટી રાહત હશે. જો તમે લાંબુ જીવો તો લોકો વિચારવા લાગશે કે તમે ક્યારે મરશો? મૃત્યુ એ જબરદસ્ત રાહત છે. વાત એટલી જ છે કે તે દુકાળ ન હોવો જોઈએ, તે અકાળ ન હોવો જોઈએ. જ્યાં સુધી આપણે કંઈક કરી શકીએ, કંઈક બનાવી શકીએ, કંઈક યોગદાન આપી શકીએ ત્યાં સુધી આપણે મરવા નથી માંગતા.

જીવન અને મૃત્યુ વચ્ચે શું તફાવત છે?

જીવન એક પ્રકારની સફર છે જે કોઈપણ વ્યક્તિના જન્મથી શરૂ થાય છે અને તેના મૃત્યુ પર સમાપ્ત થતી હોય છે. તે સમય ટૂંકો અથવા લાંબો હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિનું જીવન તેની ઉંમર પર નિર્ભર કરે છે. જીવન એક પ્રકારનો અનુભવ છે જે તમને ઘણા ઉતાર-ચઢાવ પછી મળે છે જેના પછી તમે સંતુષ્ટ થાઓ છો કે જ્યારે મૃત્યુ આવવાનું છે ત્યારે તમે તમારા જીવનમાં બધું જોયું છે. આ સંતોષ તમને ત્યારે મળે છે જ્યારે તમારું મૃત્યુ તમારી અંદાજિત Age પછી આવે છે.

દુનિયામાં છેલ્લા સમય પછી વ્યક્તિની જે સ્થિતિ થાય છે તેને મૃત્યુ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિનો અંતિમ શ્વાસ પણ સમાપ્ત થઈ જાય અને તેનું શરીર દરેક પ્રકારની હલનચલન કરવાનું બંધ કરી દે, ત્યારે આપણે કહી શકીએ કે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે. કેટલાક લોકો કહે છે કે મૃત્યુ એ ફક્ત આત્માની એક પ્રક્રિયા છે જે એક શરીર છોડીને બીજા શરીરને અપનાવે છે, ત્યારબાદ ત્યજી દેવાયેલ શરીર નિર્જીવ થઈ જાય છે અને બીજું જીવિત થઈ જાય છે.

જીવનમાં, વ્યક્તિ ઘણા ઉતાર-ચઢાવ, દુ:ખ અને સુખનો અનુભવ કરે છે, પણ તે ક્યારેય સંતુષ્ટ થતો નથી, જ્યારે મૃત્યુ પછી તેને શાંતિનો અનુભવ થાય છે અને તમામ આસક્તિ માયાથી દૂર થઈ જાય છે. જીવન વ્યક્તિના પ્રથમ શ્વાસથી શરૂ થાય છે અને તેના છેલ્લા શ્વાસ સુધી ચાલે છે જ્યારે અંતિમ શ્વાસના અંતે મૃત્યુ આવે છે.

જીવનમાં વ્યક્તિ અનેક ધર્મ અને અધર્મ કરે છે જ્યારે મૃત્યુમાં એવું કંઈ થતું નથી અને વ્યક્તિ તમામ પ્રકારના કર્મોથી મુક્ત થઈ જાય છે. વાસ્તવમાં, જીવનનું નામ મૃત્યુ છે, જેમાં આપણે દરરોજ મૃત્યુ પામીએ છીએ, જ્યારે મૃત્યુ એ અમરત્વ જેવું છે, જેના પછી આપણે બધા કર્મોના બંધન છોડીને અમર થઈ જઈએ છીએ.

જો ભગવાને જીવન આપ્યું છે, તો મૃત્યુ ચોક્કસ આવશે. જીવનમાં, આપણે આસક્તિ, લોભ, વાસના વગેરેમાં ફસાયેલા રહીએ છીએ, જ્યારે મૃત્યુ પછી આપણે સંન્યાસી જેવા બની જઈએ છીએ, જેને કોઈપણ પ્રકારની આસક્તિ, લોભ, વાસનાઓ આકર્ષિત થતા નથી.

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ શ્રદ્ધાંજલિ Quotes કોપી કઈ રીતે કરવા?

તમામ Quotes ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

શ્રદ્ધાંજલિ વાક્યો ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ Shradhanjali Message ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ શ્રદ્ધાંજલિ Quotes ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “શ્રદ્ધાંજલિ Quotes, વાક્યો, SMS, Status and Text- Death Shradhanjali Message in Gujarati Language” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment