100+ સારા સુવિચાર ગુજરાતી, લાગણી (Sara Suvichar Gujarati)

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “સારા લાગણી સુવિચાર ગુજરાતીમાં (Latest Sara Suvichar Gujarati With Photo and Txt SMS)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

21મી સદી યુગ ડિજિટલ અને સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર ફોન થી શરુ થાય છે, જયારે દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.

સારા લાગણી સુવિચાર ગુજરાતીમાં (Sara Suvichar Gujarati With Photo and Txt SMS)

નીચે તમને થોડા સુંદર સુવિચાર નું એક વિશાળ લિસ્ટ આપવામાં આવ્યું છે, જેનો ઉપીયોગ તમે સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વૉહટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. અહીં આપેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલા છે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

જે આપણે ”નથી” અને “છીએ” એમ દેખાડવાનો દેખાવ કરવો એ દુઃખી થવાનો માર્ગ છે.

વિચારનો ચિરાગ બૂઝાઈ જવાથી આચાર પણ અંધ થઈ જાય છે.

નામ અને ઓળખાણ ભલે નાની હોય, પણ આપણી પોતાની હોવી જોઈએ.

આપણને જે ગમે તે કરવા કરતા જે કરીએ એ ગમાડવું એ સૌથી મોટી સિદ્ધિ છે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

શિક્ષણ એટલે જાણવું ,શીખવુ,અને આચરણમાં લાવવું.

દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ હેયામાં શું હતું એ મહત્વનું છે.

મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર!

જોખમ તો દરેક કામમાં છે, પણ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.

નાની ઉમરે જે ઘટના અનુભવાય તે કેળવણી છે, જે મોટી ઉમરે અનુભવ બની જાય છે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર
sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

કોઈ પણ ઉચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે વધે છે.

માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય , તો દુનિયાનું કોઈપણ સુખ તેને શાંતિ આપી શકતું નથી.

બીજાનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ અનુભવ થાય તેનું નામ ”કરૂણા”.

સાચું બોલવાનો એક ફાયદો એ છે કે, આપણે શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.

જીવનમાં જે ચૂકી ગયા હોઈએ તે આપવા માટે ભગવાન જે મોકલે તેનું નામ તક.

તમારી સફળતામાં ઘણા જવાબદાર હશે, પરંતુ નિષ્ફળતામાં માત્ર તમે જ જવાબદાર હશો.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

પૈસા માટે મહેનત કરો, પણ પાપ નહિ.

આગળ આવવું હોય તો અણગમતાં કામો સૌપ્રથમ કરવાની ટેવ પાડો.

વિશ્વનાં નિર્માણમાં જે સ્થાન જળનું છે, તે સ્થાન જીવનમાં મૈત્રીનું છે.

જે વ્યકિત એક શાળા ખોલે છે, તે સંસારનું એક જેલખાનું બંધ કરી દે છે.

જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એવો નથી કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.

જો હળવાશથી રહેશો તો કોઈની સાથે કડવાશ નહિ થાય.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

કોણ સાચુ છે એ વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.

ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.

બીજાને જેટલીવાર બને એટલી વાર ક્ષમા કરજો, પરંતુ પોતાની જાતને એક પણ વાર ક્ષમા કરતા નહિ.

સફળ વ્યકિતઓ અલગ કાર્ય નથી કરતા, પણ કાર્યને અલગ રીતે કરે છે.

કામ કરવાનો વિચાર આવતાજ, જે વ્યક્તિને થાક લાગવા માંડે છે. એ માણસ ખરો આળસુ.

જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

પ્રસન્નતા સૌને પ્રિય છે, પણ ખિન્નતા નહિ.

ગુસ્સાની એક ક્ષણ જાળવી જશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો.

દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.

શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે, અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.

સુખ એટલે હાથવગા હોય એટલા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા.

જે નથી દેખાતું તે જોવાની કળા તેનું નામ જ દર્શન.

ફુદરત બધાને હિરા જ બનાવે છે, પણ જે ઘસાય છે તે જ ચમકે છે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર
sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

માનવીનાં મૃત્યું પછી પણ તેને જે જિવિત રાખે છે, તેનું નામ છે તેની લોકપ્રિયતા.

જીવનની મુશ્કેલ પળ એ છે કે, જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.

બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.

શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.

લાંબા પ્રવાસનો પ્રારંભ પણ નાના પગલાથી જ થાય છે.

તમારૂ દુઃખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુઃખ પહોંચવું ન જોઈએ.

આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.

આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.

જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવું ને શું નહી તેના માટે જ્ઞાન.

દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા કોશિશ કરીએ છીએ એવાજ અંદરથી બનીયે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર
sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

માણસ નો સાચો મિત્ર તો તેના હાથની દસ આંગળીઓ જ છે.

રૂપ કે ફુળથી નહિ પરંતુ આપણા કર્મથી જ મહાન બની શકાય છે.

આળસુ માણસ હંમેશા દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ બને છે.

આપણા સંકલ્પો એવા હોવા જોઈએ જેનાથી આપણું અને બીજાનું કલ્યાણ થાય.

શિક્ષક પોતે જો શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.

આપણું જીવન અંતે તો અનેક લોકોની ભલાઈ અને ઉપકારનો સરવાળો છે.

પરોપકાર કરનાર સજ્જનો ક્યારેય બદલાની આશા રાખતા નથી.

જરૂરિયાત વિશે જો લાંબો વિચાર કરશો તો મોટાભાગની જરૂરિયાત જરૂરી નહિ લાગે.

દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

સારા સુવિચાર કલેક્શન (Best Sara Suvichar Collection)

માન પામે તે નહિ, પણ માન પચાવી જાણે તે મહાત્મા છે.

હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે, પરંતુ એક દોષને દૂર કરવો ખુબ મુૃશ્કેલ છે.

પર સેવા માટે પરસેવો પાડવો એ પણ એક ઉત્તમ પ્રકારનું દાન જ છે.

માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.

સત્યતાની સાથે સભ્યતા જરૂરી છે.

તકની એક ખાસિયત છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટો લાગે છે.

પડી જવાથી નહી પરંતુ પડયા રહેવાથી જરૂર પતન થાય છે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

પુસ્તકનું મુલ્ય રત્ન કરતા પણ અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંદર થી.

ક્ષમા અસમર્થ માનવીનું લક્ષણ જયારે સમર્થ માનવીનું આભૂષણ છે.

બધી સમસ્યાની પેલે પાર કોઈ તક રાહ જોઈને ઊભી જ હોય છે.

પસ્તકો જીવતા દેવતા છે, તેની આરાધના કરવાથી તુરંત સફળતા મળે છે.

હાસ્ય અને આંસુ સાથે આવે એ ક્ષણ સૌથી ઉત્તમ હોય છે.

પવિત્ર વિચારોનું સદા મનન કરો અને હલકા સંસ્કારોને દૂર કરો.

જેનામાં આત્મવિશ્વાસ જ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર
sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

ક્રોધ એ તિર્બળતાની નિશાની છે.

સફળતા મેળવવા ચિંતા નહિ પણ ચિંતન કરાય.

સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.

જે હંમેશા મહેનતમાં ડુબેલો છે, એની હંમેશા જીત જ થાય છે.

પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.

કોઈને હરાવવા કરતા તેને જીતાડવામાં જ આપણી સાચી સફળતા છે.

શ્રમ વિના મેળવેલ સંપત્તિ પણ એક પાપ છે.

જેની કલ્પના ઊંચી હોય તે કયારેય નીચી જિંદગી જીવી જ ના શકે.

સદભાગ્ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે.

પ્રાર્થનામાં શબ્દો નહિ હોય તો ચાલશે પણ હૃદય નહિ હોય તો નહિ ચાલે.

પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા ક્યારેય નથી રૂઝાતા.

વ્યવહારુ માણસ એ જ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.

બીજાની આંખમાંથી વહેતા આંસુ લૂછવાનો પ્રયત્ન કરવો એ ખરી કીર્તિ.

પોતાનાં પુરૂષાર્થ દ્વારા જે સત્ય શોધવામાં આવે તેને સાક્ષાત્કાર કહે છે.

સત્કર્મનો ભાવ નાનામાં નાના કાર્યને પણ ઉમદા બનાવી દે છે.

sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર
sara suvichar gujarati- સારા લાગણી ગુજરાતી સુવિચાર

કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.

જે ભૂતકાળમાંથી નથી શીખતો, તેને ભવિષ્ય સજા કરે છે.

મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.

બધા મનુષ્યો વિરલા બની શકતા નથી, પરંતુ સજ્જન તો હર કોઈ બની શકે છે.

સાચી કેળવણી એ છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.

દાતા તેના દાનથી નહિ પણ ભાવથી જ ઓળખાય છે.

વ્યકિતનાં શીલથી તેના જીવનની શેલી બને છે.

જ્યાં સારા સારનો વિચાર ન હોય, ત્યાં બિલકુલ અંધકાર સમજવો.

આ પણ જરૂર નિહાળો- 51+ ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Gujarati Suvichar With Meaning)

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ લાગણી સુવિચાર કોપી કઈ રીતે કરવા?

તમામ લાગણી સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

Sara Suvichar Gujarati ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ સારા લાગણી સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ સારા લાગણી સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “સારા લાગણી સુવિચાર ગુજરાતીમાં (Sara Suvichar Gujarati With Photo and Txt SMS)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment