111+ નાના સુવિચાર ગુજરાતી (Latest Nana Suvichar Gujarati)

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવા ઘણા સુવિચાર “લેટેસ્ટ નાના સુવિચાર ગુજરાતી (ટૂંકા સુવિચાર)- Latest Nana Suvichar Gujarati” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

આજ ના સમય ને તમે ચોક્કસ પણે સોશિયલ મીડિયા નો યુગ કહી શકો છો. કારણકે આપણા દિવસ ની શરૂવાત યૂટ્યૂબ, ફેસબૂક, ઇસ્ટાગ્રામ અને ટ્વીટ્ટર સાથે થાય છે અને દિવસ નો અંત પણ આવાજ પ્લેટફોર્મ દ્વારા થતો હોય છે. અહીં આપેલ સુવાક્યો કે સુવિચાર તમે ડાયરેક્ટ કોપી કરી અને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકો છો.

આ પણ જરૂર વાંચો- ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Gujarati Suvichar With Meaning)

લેટેસ્ટ નાના સુવિચાર ગુજરાતી (ટૂંકા સુવિચાર)- Latest Nana Suvichar Gujarati

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 1

મહેનત એ એવી સોનેરી ચાવી છે,
જે તમારા ભાગ્યનાં દ્વાર ઉઘાડી નાખે છે.
🌞 શુભ સવાર 🌞

માણસ પ્રથમ સંકલ્પ કરે છે, જયારે સંકલ્પ માણસનું જીવન ઘડે છે.

એક નાનડડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ છે.
✍🏻 આજનો સુવિચાર ✍🏻

પુણ્યનું ગર્વ કરવા કરતાં પાપનું પ્રાયશ્ચિત્ત વધુ હિતકારી છે.

કોઈની ભૂલ પર નારાજ થતાં પહેલાં આપણી દસ ભૂલોને પણ ગણી લેવી.

સામાજીક ગુણ સંત માટે દોષ કહેવાય છે.

ફરજ એવી વસ્તુ છે કે, જેની હંમેશ આપણે બીજા પાસેથી આશા રાખીએ છીએ.

દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.

મૃત્યુ થી વધુ સુંદર કોઈ ઉત્સવ નથી.

સ્વતંત્રતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 2

ગુસ્સે થવાનો અર્થ એ છે કે
બીજાની ભૂલોની સ્વયંને સજા કરવી.
🌞 શુભ સવાર 🌞

સેકંડો હાથેથી ભેગું કરો અને હજર હાથોથી વહેંચી દો.

બુદ્ધિમાન બોલતાં પહેલાં જ વિચારે છે,
જ્યારે મૂર્ખ બોલી લીધા પછી વિચારે છે.
🌙 શુભ રાત્રી 🌙

ધર્મ જનતા માટે અફીણનું કામ કરે છે.

હું ઈશ્વરમાં નથી માનતો.
હું લોકોમાં માનું છું કે જેઓ ઈશ્વરમાં માને છે.
🌞 શુભ સવાર 🌞

કોઈ પણ મહાન કાર્યો કરવા સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ ની હોય છે.
🕉️🌼 જય શ્રી કૃષ્ણ 🌼🕉️

દેહ આત્માને રહેવાની જગ્યા છે,
તે કારણે જ તીર્થસ્થાન જેટલું પવિત્ર છે.
✍🏻 આજનો સુવિચાર ✍🏻

જીવનનો એક યશપૂર્ણ કલાક
કીર્તિ રહિત યુગોથી વધુ ચઢિયાતો છે.
🌞 શુભ સવાર 🌞

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.

આજને માટે અને સદાયને માટે સૌથી સારો મિત્ર છે
“પુસ્તક”
✍🏻 આજનો સુવિચાર ✍🏻

યુદ્ધમાં પ્રથમ શક્તિને જોરે લડાય છે,
પાછળથી તેમાં બુદ્ધિ અને યુક્તિ ઉમેરાય છે.
🌙 શુભ રાત્રી 🌙

યૌવન શોભે છે સંયમથી
જયારે સૌંદર્ય શોભે છે
શીલથી.
🌞 શુભ સવાર 🌞

બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 3
નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 3

ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે.

શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.

જે શબ્દ એક જગ્યાએ ગાળ કહેવાય છે, તે કોઈ બીજી જગ્યાએ બોલી કહેવાય છે.

શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઈચ્છા શક્તિથી મળે છે.

બધાને પ્રેમ કરો, થોડાક પર વિશ્વાસ કરો, પણ અન્યાય કોઈ સાથે ન કરો.

જીવવું એ એવું ગીત છે કે મરવું તેનું ધ્રુવપદ છે.

આ આખું જગત સુતરમાં પરોવાયેલા મણીઓની જેમ ઈશ્વરમાં ગૂંથાયેલું છે.

હિંસા એ કાયર માણસનું છેલ્લું આશ્રયસ્થાન છે જ્યારે અહિંસા એ વીરનું ભૂષણ છે.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 4

મને મૃત્યુનો ભય નથી
પણ
ભય તો મને જીવનનો છે.
🌞 શુભ સવાર 🌞

આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.

નમ્રતા સમસ્ત ગુણોની આધાર શિલા છે.

વિવાદોથી દૂર રહેવું એ સફળ માણસનું લક્ષણ છે.

તારી પાસે જે છે એમાં સંતુષ્ટ બન,
તું જે છે તેમાં અસંતુષ્ટ બન.
🌞 શુભ સવાર 🌞

જીવન એક આશ્ચર્ય શુંખલા છે.

ફક્ત દ્રઢ ઇચ્છા થી નીપજેલું કાર્ય જ સુંદર હોય શકે છે.
✍🏻 આજનો સુવિચાર ✍🏻

હું અભિમાન કરતો નથી
આના જેવું અભિમાન બીજું કોઈ નથી.
🕉️🌼 જય શ્રી કૃષ્ણ 🌼🕉️

પતંગિયુ થોડીક ક્ષણો જ જીવે છે,
તોય તેની પાસે જીવન માટે પૂરતો સમય હોય છે.
🕉️🌼 જય શ્રી કૃષ્ણ 🌼🕉️

જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

વિશ્વાસ એવી શક્તિ છે, જે માનવીને જીવિત રાખે છે.

વિશ્વાસનો અભાવ, જીવનનું અવસાન છે.

પ્રકૃતિનું અનુસરણ કરો. ધૈર્ય તેનું રહસ્ય છે.

કલાકારનું અમરત્વ એની ભાવનામાં છે.

મને દસ યુવાનો આપો અને હું દુનિયા બદલી દઈશ.

સુભાષચંદ્ર બોઝ
નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 5
નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 5

સંતનું જીવન એક લાંબી પ્રાર્થના છે.

મેં સમયને વેડફી નાખ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.

પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે.
કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
🌙 શુભ રાત્રી 🌙

સાચી સુંદરતા આંતરિક સુંદરતા છે.

જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.

સૌંદર્ય પવિત્રતામાં રહે છે અને સદગુણોમાં ચમકે છે.
✍🏻 આજનો સુવિચાર ✍🏻

ભગવાનને માનવાનું જે બીજાઓ માટે વધુ સહેલું બનાવે તે સંત.

ચંદનનું વૃક્ષ કપાતાં પણ ડુહાડીની ધારને તે સુવાસિત કરે છે.

શાંતિનું આદર્શ વાક્ય છે- “દુર્બળ લોકો બળવાન લોકોની સહાયથી જીવે છે.”

ટૂંકા સુવિચાર ગુજરાતી (Short Suvichar Gujarati)

આમ તો સંતોષ કડવું વૃક્ષ છે,
પણ તેનાં ફળ અત્યંત મધુર અને હિતકારક છે.
🌞 શુભ સવાર 🌞

જ્ઞાનીને માટે દરેક ક્ષણ સતયુગ છે.

જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.

જો પ્રેમ સ્વપ્ન છે, તો શ્રદ્ધા જાગરણ છે.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 6

મોર “કળા” કરે છે, “કલા” નહિ.

આજે દુર્લભમાં દુર્લભ ચીજ તે માણસ છે.

સત્ય કોઈનાથી ય ડરતું નથી.

તમારી પ્રશંસા બીજા કરે એમ ઈચ્છતા હોવ તો તમારી પ્રશંસા તમે ખુદ ન કરો.

જીવનની સાધનાનું અંતિમ દશ્ય તો આ શબ્દો છે.
મેળવવું, આપવું અને છોડી દેવું.
🌙 શુભ રાત્રી 🌙

સુખ શું છે? પ્રાણીનું જગતમાં નીરોગીપણું.

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.

ભાષા એટલે વિચારોનો પહેરવેશ.

વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને બુદ્ધિમત્તા એટલે વ્યવસ્થિત જીવન.

જે ઈશ્વર સબંધે પૂછે છે તે ભૂલ કરે છે,
અને જે ઉત્તર આપે છે એ પણ ભૂલ કરે છે.

સત્યરૂપી નારાયણનું વ્રત જ જીવનનું સાચું વ્રત છે.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 7

ભાવતું ખાઈ શકાય એ યુવાવસ્થા
અને
ફાવતું જ ખાઈ શકાય એ વૃદ્ધાવસ્થા.
🕉️🌼 જય શ્રી કૃષ્ણ 🌼🕉️

કર્તવ્ય અને વર્તમાન આપણા હાથમાં છે.
ફળ અને ભવિષ્ય ઈશ્વરનેના હાથમાં છે.
✍🏻 આજનો સુવિચાર ✍🏻

આજનું દાંપત્ય જીવન એટલે
ડ્રોઈંગરૂમ માં હસવાનું ને બેડરૂમ માં ભસવાનું.
🌞 શુભ સવાર 🌞

મૂર્ખને પોતાના કરતાંય વધુ મૂર્ખ વ્યક્તિ પ્રશંસા માટે મળી જતી હોય છે.

પાપમાં પડે તે માણસ,
તેનો ખેદ કરે તે સંત
અને
તેનું અભિમાન કરે તે રાક્ષસ.
🕉️🌼 જય શ્રી કૃષ્ણ 🌼🕉️

યુવાનો માટે સંદેશ, હું ફક્ત ત્રણ શબ્દોમાં કહીશ.- મહેનત, મહેનત, મહેનત.

પરોપકાર પુણ્ય અને પરપીડા પાપ છે.

સફળ વ્યક્તિ થવાના પ્રયત્ન છોડી દે, બની જા ગરિમાયુક્ત માનવ.

પોતાની ચિતા ભગવાન પર છોડી દેવાથી વિશ્વાસનો વિકાસ થતો હોય છે.

યુવાનીમાં આપણે શીખીએ છીએ અને વૃદ્ધાવસ્થામાં સમજીએ છીએ.

સરવાળો સત્કર્મનો,
ગુણનો ગુણાકાર,
બાદબાકી બૂરાઈની,
ભ્રમનો ભાગાકાર.
🕉️🌼 જય શ્રી કૃષ્ણ 🌼🕉️

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 8
નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 8

ચારિત્રયથી બુદ્ધિ આવે છે.
બુદ્ધિથી ચારિત્ય નથી આવતું.

આ વિશ્વમાં તમે ખૂબ મહત્ત્વની વ્યક્તિ છો કારણ કે ઈશ્વર તમને હજીય ચાહે છે.

પુરુષ જ્ઞાનનું અને સ્ત્રી ભક્તિનું પ્રતીક છે.
ભક્તિ સામે જ્ઞાનને માથું ઝુકાવવું પડે છે.

મારું અસ્તિત્વ એક નિરંતર આશ્ચર્ય છે અને એ જ જીવન છે.

નથી હારમાં ભાગ્યનો દોષ હોતો,
પણ રહી હોય છે પ્રયત્ન માં કૈક ખામી.
🌙 શુભ રાત્રી 🌙

આજે મોટા ભાગનાં લોકો જેને સુખ માને છે.
તે ખરેખર બીજીં કંઈ નહિ, માત્ર એમની ઇચ્છાઓની પૂર્તિ જ છે.

ધીરજ વ્યક્તિને ક્રમશ: સફળતા તરફ લઈ જાય છે.

દોડવું નકામું છે, મુખ્ય વાત તો સમયસર નીકળવું તે જ છે.

યુદ્ધકાળમાં કાનૂન મૌન રહે છે.

કલાકાર ઉત્તમ રીતે જ જીવવાનું પસંદ કરે છે.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 9

જે હોય શ્રદ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

વખાણના ભૂખ્યા માનવીઓ એ સાબિત કરી દે છે,
કે તેઓ યોગ્યતામાં કંગાળ છે.

ક્રોધ નિર્બળ મનની નિશાની છે.

યુવાન બનતાં બહુ લાંબો સમય લાગે છે.

જ્યારે કોઈ પણ વસ્તુ આશા વિરુદ્ધ જાય છે, ત્યારે દુ:ખ થાય છે.

ધર્મનો સમસ્ત સાર સાંભળો અને સાંભળીને તેનું બરાબર પાલન કરો.

જરૂરિયાત કોઈ કાયદાને જાણતી નથી.

વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહિ.

ચિત્ર એટલે મૂંગી કવિતા,
જયારે કવિતા
એટલે બોલતું ચિત્ર.
🌞 શુભ સવાર 🌞

જે વિદેશી ભાષા નથી જાણતો તે પોતાની માતૃભાષા પણ નથી જાણતો.

મિત્ર વિહીન માણસ એટલે તારા વિહીન આકાશ અને પક્ષી વિહીન વન.

નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 10
નાના સુવિચાર ગુજરાતી- nana suvichar gujarati- 10

કળા એટલે અપૂર્ણમાંથી સંપૂર્ણ બનવાનો પ્રયત્ન.

સાધુ પર કોઈનું શાસન નથી ચાલતું.

તેઓ જીત્યા કારણ કે તેઓને વિશ્વાસ હતો કે તેઓ જીતશે.

આ અહં જ અમારી સીમા છે.

ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર.

મોટા લોકોની પ્રશંસાથી આપણો આત્મવિશ્વાસ વધુ દ્રઢ થાય છે.

દુ:ખ એ દરિયા જેવું છે તે પહેલાં અંદર ડુબાડીને પછી મોતી આપે છે.

FAQ

અહીં દર્શાવેલ સુવિચાર કોપી કઈ રીતે કરવા?

તમામ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Disclaimer (અસ્વીકરણ)

આ આર્ટિકલ માં દર્શાવેલ બધા સુવિચાર, શાયરી કે ક્વોટ્સ કદાચ અમારા દ્વારા લખવામાં આવેલા નથી. અમે ફક્ત અહીં એક સુંદર કલેક્શન આપ્યું છે, જેનો ઉપીયોગ તમે સરળતા થી કરી શકો. છતાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ઇમેઇલ દ્વારા ચોક્કસ અમારો સંપર્ક કરો, અમે ચોક્કસ તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.

Summary (સારાંશ)

અહીં આ “લેટેસ્ટ નાના સુવિચાર ગુજરાતી (ટૂંકા સુવિચાર)- Latest Nana Suvichar Gujarati” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment