નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “Best Meaningful Gujarati Quotes (બેસ્ટ મીનિંગફુલ ગુજરાતી ક્વોટસ)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.
જીવનમાં પ્રેરણા મેળવાના સ્ત્રોત બધા વ્યક્તિઓ ના અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ બૂક્સ વાંચી અને જીવન માં પ્રેરણા મેળવે છે, તો કોઈ બીજા નું જીવન જોઈ, કોઈ આવા સુવિચાર જોઈ તો કોઈ પ્રેરણારૂપી વાર્તાઓ વાંચી અને જીવન માં નવી પ્રેરણા મેળવે છે. અહીં આજે આપણે સુવિચારો વિષે માહિતી મેળવીશું જે જીવન માં તમને કદાચ ઉપીયોગી થશે.
આ પણ જરૂર વાંચો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes
Table of Contents
Best Meaningful Gujarati Quotes (બેસ્ટ મીનિંગફુલ ગુજરાતી ક્વોટસ)
તો ચાલો આપણે આર્ટિકલ તરફ આગળ વધીએ અને સવારમાં મોકલી શકાય મીનિંગફુલ ગુજરાતી ક્વોટસ ઓન લાઈફ નું એક વિશાળ કલેકશન અને ફોટો જોઈએ. તમને નીચે આપેલા સુવિચાર જરૂર ગમશે અને તેના ફોટા પણ ઘણા સિમ્પલ અને સરસ છે. તમે અહીં દર્શાવેલ કોઈ પણ કન્ટેન્ટ તમારા મિત્રો સાથે આસાની થી શેર કરી શકો છો.
જીવન વિષે ના આવાજ ક્વોટ જોઈએ જેનું ટેક્સ્ટ તમે આસાની થી કોપી કરી શકો છો અને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. નીચે આપેલા ફોટા ને પણ તમે તમારા ફોન માં સેવ કરી શકો છો, ફોટો સેવ કરવા ફોટા ઉપર થોડી વાર ક્લિક કરી રાખો. હવે તમને એક મેનુ જોવા મળશે જેમાં Save Image નો એક ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરો એટલે તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
આ પણ જરૂર વાંચો- કંજૂસ સુવિચાર શાયરી (Kanjus Suvichar Shayari in Gujarati)
100 Plus Meaningful Gujarati Quotes, Text, Photos (મીનિંગફુલ ગુજરાતી સુવિચાર)
નિરાશાવાદી ધનિક કરતાં આશાવાદી ગરીબ વધારે સુખી ગણી શકાય.
અર્થશાસ્ત્રી એવી વ્યક્તિ છે,
જે ધન વિશે ધનવાન કરતાં વધુ જાણે છે.
જે ફક્ત બહારની વાહવાહ ઇચ્છે છે,
તે પોતાનો આનંદ બીજાની મુઠ્ઠીમાં રાખે છે.
પરમાત્મા મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થઈ શકે છે.
પણ નાનાં-નાનાં પુષ્પોથી નહિ.
કોઈ નિદા કરે કે વંદના,
આપણો તો સ્વાર્થનો ધંધો છે.
સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જીવન છે.
જયારે ગુલામ સજીવ હોવા છતાં મૃત છે.
શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ.
પ્રકૃતિનું અનુસરણ કરો.
ધૈર્ય તેનું રહસ્ય છે.
એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે.
જ્યાં પરિશ્રમ થાકી જાય છે, બુદ્ધિ કામ નથી કરત,
ત્યાંથી જ પ્રારબ્ધ શરૂ થાય છે.
તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.
મને મૃત્યુનો ભય નથી
પણ
ભય તો મને જીવનનો છે.
પ્રયત્નશીલ મનુષ્ય માટે સદાય આશા હોય જ છે.
લગ્ન વખતે પસંદગી આંખોથી નહિ પણ કાનથી કરો.
બાપદાદાની મહાનતા ના માળા ફેરવનારા વ્યક્તિ,
પોતાનું ભાગ્ય ભાગ્યે જ ફેરવી શકે છે.
તમે જગતમાં ભલાઈ ન કરી શકો તો કાંઈ નહિ પણ બૂરાઈ તો કદી કરશો નહિ.
દરેક વ્યક્તિની જરૂર હોય છે
અને
કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતો નથી.
જરૂરિયાત ગરીબને સુધારી દે છે
જ્યારે
સંતુષ્ટતા ધનવાનને સુધારી દે છે.
જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.
જેની પાસે ધન છે તે તેનું નથી
પણ
જે ઉપયોગ કરે તેનું ધન છે.
વિનોદ વાતચીતમાં સબરસ કે ચટણીનું કામ કરે છે, ભોજનનું નહિ.
મારું અસ્તિત્વ એક નિરંતર આશ્ચર્ય છે અને એ જ જીવન છે.
સંસારીઓ માટે ચતુરાઈ ગુણ છે,
જયારે
સાધુઓ માટે દોષ છે.
સંતપુરુષો સો યુગનાં શિક્ષક છે.
જો ચિંતા જ કરવી હોય તો ચારિત્યની કે ઉન્નતિની કરો.
રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી હોય છે.
સત્યની વાત બધા કરે છે
પણ
તેનું પાલન બહુ થોડા લોકો કરે છે.
આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવાં પડે છે.
અભિમાન કરનાર માનવીનું પતન નિશ્ચિત હોય છે.
દોડવું નકામું છે,
મુખ્ય વાત તો સમયસર નીકળવું તે જ છે.
ધર્મ જનતા માટે અફીણનું કામ કરે છે.
તમારી પ્રશંસા બીજા કરે એમ ઈચ્છતા હોવ
તો
તમારી પ્રશંસા તમે ખુદ ન કરો.
ધર્મ દેખાડાનો નહિ પણ આચરણનો વિષય છે.
હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે, હું અંદરથી સુંદર થાઉ.
કોઈની ભૂલ પર નારાજ થતાં પહેલાં
આપણી દશ ભૂલોને પણ ગણી લો.
વીરપુરુષ રોગી અવસ્થા માં મરવા કરતાં રણક્ષેત્રમાં મરવાનું વધુ પસંદ કરે છે.
ઘણુંબધું જાણ્યા પછી કશુંક મૂળભૂત જાણવાનું રહી જાય છે.
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.
ધીરજ આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે.
સફળ થનારાનાં દુ:ખ કોઈ જાણતું નથી.
બીજાના દુ:ખની વાતો કંટાળો પામ્યા વિના સાંભળતા શીખો.
મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી સંકલ્પની ખામી હોય છે.
આળસુ મન શેતાનનું ઘર છે.
યુવાન માણસ બધા નિયમો જાણે છે,
પણ
વૃદ્ધ અપવાદ જાણે છે.
માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.
દુ:ખ ભોગવવાથી સુખનાં મૂલ્યનું જ્ઞાન થાય છે.
કર્તવ્ય અને વર્તમાન આપણું છે. ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.
જરૂરિયાત એ શોધની જનની છે.
અવિશ્વાસ ધીમી હત્યા છે.
જે જ્ઞાન આચરણમાં નથી પ્રગટ થતું તે જ્ઞાન કેવળ બોજા રૂપ છે.
નવા દોસ્ત અને જૂના શત્રુથી હંમેશાં સાવધ રહેવું.
ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઈ શકે છે.
કુદરતી દુ:ખ એ પરીક્ષા છે.
જયારે
ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.
જ્યારે દેહના કોઈ ભાગમાં પીડા થાય છે,
ત્યારે આખો દેહ બેચેન થઈ જાય છે.
સમૃદ્ધિમાં મિત્રો આપણને જાણે છે,
વિપત્તિમાં આપણે એમને જાણીએ છીએ.
લક્ષ્યમાં નિષ્ઠા અને સંલગ્નતા જ સફળતાનું રહસ્ય છે.
હું સુખી છું એનું કારણ એ છે કે
મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી.
પતંગિયુ થોડીક સમય જીવે છે તોય એની પાસે પૂરતો સમય હોય છે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
પણ
એ તો ચૂપ રહે છે જેને બોલવા નો અધિકાર હોય છે.
નથી હારમાં ભાગ્યનો દોષ હોતો,
રહી હોય છે પ્રયત્ન માં કૈક ખામી.
હર દમ તને જ યાદ કરું એ દશા મળે,
એવું વરદાન ન આપ કે જેની દવા મળે.
વાતચીત કે વિવાદ માટે વ્યક્તિએ પોતાના જ્ઞાનને વિકસાવવું પડે છે.
કોઈ લડાઈ કે યુદ્ધ આખરી નથી હોતું.
વ્યવહારમાં જે કામ ન આવે તે ધર્મ કહેવાય ખરો?
યૌવનને ચાબુકની નહિ,
લગામની જરૂર છે.
મુત્યુ રૂદન કરાવે એવું હોવું જેઈએ,
અફસોસ કરાવે તેવું નહિ.
એવો વૈભવ કે જે ક્યારેય અંત ન પામે તેને સાધુતા કહે છે.
ભાગ્યની બાબતમાં એક વાત તો નિશ્ચિત જ છે,
કે તે જરૂરથી બદલાશે જ.
ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.
જે સૌદર્યમાં ભોળપણ ન હોય તે બનાવટી સૌદર્ય છે.
પાપમાં પડે તે માણસ,
તેનો ખેદ કરે તે સંત અને
તેનું અભિમાન કરે તે રાક્ષસ.
મહાપુરુષોમાં સંકલ્પ હોય છે,
જયારે
સાધારણ લોકોમાં ઈચ્છાઓ.
વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહિ.
મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.
લગ્ન પહેલાં તમારી આંખો પૂરી ખુલ્લી રાખો
અને લગ્ન પછી અડધી બંધ.
પોતાની શક્તિની સભાનતા આપણને નમ્રતા આપે છે.
ઉપકાર મિત્ર હોવાનું ફળ છે
અને
અપકાર શત્રુ હોવાનું લક્ષણ.
અવસર વગર બોલવું પણ વ્યર્થ છે.
જ્યારે મળવા લાગે છે ત્યારે જ વધારે મેળવવાનો લોભ જાગે છે.
બાળપણ ભૂલ છે,
જવાની સંઘર્ષ છે,
વૃદ્ધાવસ્થા પશ્ચાત્તાપ છે.
ઉતાવળથી લગ્ન કરનાર આરામથી પસ્તાય છે.
મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.
સુખ પેદા કર્યા સિવાય સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી.
આશાની છીપલીમાં જ સુંદર મોતી નીપજે છે.
પ્રકૃતિ, સમય અને ધીરજ એ ત્રણેય મહાન ચિકિત્સકો છે.
જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.
પ્રેમ જ વિશ્વને બદલી શકે છે.
વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે
અને
ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળું છે.
પ્રેમ શક્તિવર્ધક ઔષધિ છે.
લજજત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જીગર મળે.
જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.
કોઈને પ્રેમ કરી તો એ જાણીને કરજે કે
તેને નિભાવવો એ ખૂબ મુશ્કેલ છે.
પૈસો કમાઈ જાણે અને યોગ્ય રીતે ખર્ચી જાણે તે જ મહાજન કહેવાય.
શાંતિનું આદર્શ વાક્ય છે.
“દુર્બળ લોકો બળવાન લોકોની સહાયથી જીવે છે.”
બીજાના હિતમાં પરોવાયેલો સજ્જન વિનાશ થાય તો પણ વૈરવૃત્તિ પામતો નથી.
તમારી સ્વતંત્રા કોઈ દેવ ના હાથમાં ન વેચશો.
અવ્યક્તમાંથી વ્યક્તને રચવું એ એક કલા છે.
નેતાઓ ખૂબ જ ન્યાયપ્રિય હોય છે.
તેઓ એકબીજાનું સારું કદી બોલતા નથી.
ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.
સારી પાચનશક્તિ ભૂખ પર આધાર રાખે છે, અને સ્વાસ્થ્ય બન્ને પર.
જ્યારે કોઈ પણ વસ્તુ આશા વિરુદ્ધ જાય છે, ત્યારે દુ:ખ થાય છે.
તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.
What are Benefits Of Motivation? (પ્રેરણાના ફાયદા શું છે?)
પ્રેરણા એ પ્રક્રિયા છે જે ધ્યેય લક્ષી વર્તણૂકોની શરૂઆત કરે છે, માર્ગદર્શન આપે છે અને જાળવી રાખે છે. તે કોઈ પણ વ્યક્તિ ને કાર્ય કરવા માટેનું કારણ બને છે, પછી ભલે તે તરસ ઘટાડવા માટે પાણીનો ગ્લાસ પીવો અથવા જ્ઞાન મેળવવા માટે પુસ્તક વાંચવું. પ્રેરણામાં જૈવિક, ભાવનાત્મક, સામાજિક અને જ્ઞાનાત્મક દળોનો સમાવેશ થાય છે જે વર્તનને સક્રિય કરે છે.
કોઈ પણ વ્યક્તિ શા માટે કાર્ય કરીએ છીએ તેની પ્રેરણા પાછળ શું છે? મનોવૈજ્ઞાનિકોએ પ્રેરણાના વિવિધ સિદ્ધાંતો પ્રસ્તાવિત કર્યા છે, જેમાં ઘણી થિયરી નો સમાવેશ થાય છે. વાસ્તવિકતા એ છે કે ઘણી જુદી જુદી શક્તિઓ છે જે આપણી પ્રેરણાઓને માર્ગદર્શન આપે છે અને દિશામાન કરે છે. પ્રેરણા માટે ઘણા વિવિધ ઉપયોગો છે. તે તમામ માનવ વર્તન માટે માર્ગદર્શક બળ તરીકે કામ કરે છે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરે છે અને તેના પર અસર કરી શકે તેવા પરિબળોને સમજવું ઘણી રીતે મહત્વપૂર્ણ હોઈ શકે છે.
પ્રેરણાને સમજવાથી લોકોની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરો કારણ કે તેઓ લક્ષ્યો તરફ કામ કરે છે, લોકોને પગલાં લેવામાં મદદ કરે છે, લોકોને આરોગ્યલક્ષી વર્તણૂકોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરો કરે છે, લોકોને બિનઆરોગ્યપ્રદ અથવા અયોગ્ય વર્તણૂકો જેમ કે જોખમ લેવા અને વ્યસનથી દૂર રહેવામાં મદદ કરે છે, લોકોને તેમના જીવન પર વધુ નિયંત્રણ અનુભવવામાં સહાય કરે છે અને એકંદર સુખમાં સુધારો લાવવામાં હેલ્પ કરે છે. તો ચાલો આજ માટે આટલું બસ રાખીયે, ફરીથી મળીશું નવી માહિતી સાથે.
FAQ
અહીં દર્શાવેલ મીનિંગફુલ સુવિચાર કોપી કઈ રીતે કરવા?
તમામ સમજણ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.
Meaningful Gujarati Quotes ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?
કોઈ પણ ક્વોટસ ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
શું હું અહીં આપેલ મીનિંગફુલ સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?
હા અહીં આપેલા તમામ સમજણ સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.
Summary (સારાંશ)
અહીં આ “Best Meaningful Gujarati Quotes (બેસ્ટ મીનિંગફુલ ગુજરાતી ક્વોટસ)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.