101+ સમજણ સુવિચાર- Meaningful Gujarati Quotes On Life

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “સુંદર સમજણ સુવિચાર (Best Meaningful Gujarati Quotes On Life)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

આજે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને શેરચેટ માં હજારો સુવિચાર અને તેના ફોટા રોજ નિહાળતા હશો, પણ સમજવા જેવા થોડા ઓછા જોવા મળે છે. આ પેજ માં દર્શાવેલ બધા ક્વોટ તમને જરૂર થી કૈક અલગ અર્થ દર્શાવતા જોવા મળશે, તેથી આશા રાખું છું કે તમે તમારા મિત્રો જોડે જરૂર થી શેર કરશો.

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

સુંદર સમજણ સુવિચાર (Best Meaningful Gujarati Quotes On Life)

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

આપણું જીવન આપણા વિચારોનું જ એક ફળ છે.

જેના માં દયા છે તેને ખુદા પણ ચાહે છે.

વિનોદ વાતચીતમાં સબરસ કે ચટણીનું કામ કરે છે, ભોજનનું નહિ.

મૌનના ફળરૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

ઈચ્છાઓને શાંત કરવાથી નહિ, પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે.

આશા અમર છે. તેની આરાધના કદી પણ નિષ્ફળ નથી જતી.

સૌદ્યને પણ આપણે નસીબના જેટલો જ કુદરતી અન્યાય કહી શકીએ.

નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે, બસ, એને કારણે આ ધરતીમાં રેવું ગમે છે!

જેની સાથે તમે શક્તિ દ્વારા જીતી શકો,
તેની સાથે જ વેર રાખવો.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર
meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

વિશ્વમાં મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.

મનની પોતાની જ દુનિયા છે તે સ્વર્ગને નર્ક અને નર્કને સ્વર્ગ બનાવી શકે છે.

દુ:ખ ભોગવવાથી સુખની કિંમત થાય છે.

જેને ક્યાંયથીય પ્રશંસા નથી મળતી તે પોતે પોતાની પ્રશંસા કરે છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

જે માણસ પાસે માત્ર પૈસો જ છે, તે જ દુનિયાનો સૌથી ગરીબ.

આજ નિશ્ચિત અને કાલ અનિશ્ચિત.

સંતપુરુષો એટલે સો યુગનાં શિક્ષક.

સભાનતામાં કરેલું પાપ પણ ઘણીવાર પુણ્ય બની જાય છે.

સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતાં નથી.

બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,
કે તું તારું કામ કર્યે જા. બીજાની ચિતા ન કર.

યુદ્ધ માં મરવાથી સ્વર્ગ અને જીતવાથી યશ મળે છે.
આ દુનિયામાં તે બંને સન્માનીય છે,
આથી જ યુદ્ધ એ સફળતા માનવામાં આવે છે.

માનવીનું ચારિત્ય એ શું બોલે છે એના પર નહિ પણ નિષ્ફળતા મળ્યા પછીના પ્રયત્નોમાં સમાયેલું છે.

વાળ સફેદ થવાથી કોઈ વૃદ્ધ નથી થતું. જે યુવાન હોવા છતાં અધ્યયનશીલ છે. દેવગણ પણ તેને જ વૃદ્ધ માને છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર
meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

વનસ્પતિ સૃષ્ટિ માટે જેટલો સૂર્યપ્રકાશ જરૂરી છે તેટલું જ હાસ્ય આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

નસીબદાર માણસને તમે દરિયામાં ફેંકી દેશો તો તે મોંઢામાં માછલી લઈ બહાર આવશે.

જેમ સમુદ્ર ઈચ્છતો નથી છતાં બધી નદીઓ તેને મળે છે,
તેમ બધી સુખ સંપત્તિ વગર બોલાવ્યે ધર્મ અને ચારિત્ર્યવાળા પાસે જાય છે.

યોવન ચાલ્યુ જાય છે,
પ્રેમ ઓસરી જાય છે,
મિત્રતા ખરી પડે છે,
પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો જાયછે.

એ વાત સાચી કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે.

રમતાં રમતાં લડી પડે એ માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભાઈ,
એ જ માણસની પ્રકૃતિ.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

જે સમય વીતે ને તમને આનંદ મળે,
એ સમયની બરબાદી ન કહેવાય.

જીવન પણ કેવું કમાલ છે
પહેલાં આંસુ આવતાં તો માં યાદ આવતી,
ને આજે માં યાદ આવે ને આંસુ આવી જાય.

જુલમ કોઈ પણ ના સહન કરતો રહ્યો હું હર્ષથી,
તેના થકી જીવનને હું વિકસાવતો ગયો હર્ષથી.
પાથરું છું ફૂલ એના માર્ગમાં હું હર્ષથી,
માર્ગમાં જે કટકો પથરાવતો ચાલ્યો ગયો હર્ષથી.

વરસાદ પહેલાં છત્રી ખોલવાનો કોઈ અર્થ નથી.
તેમજ કાલ્પનિક મુસીબતો માટે પેહલાથી ચિતા કરવાનો કોઈ અર્થ નથી.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

ઉદાર દિલ વાળો માણસ આજીવન આનંદથી રહે છે,
અને કંજૂસ દિલ વાળો માણસ આજીવન દુ:ખી રહે છે.

સાહેબ નજર નજર માં તફાવત છે. જોઈ લો ઘણું દૂર હોવા છતાં, જે નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.

સત્ય એક ખુબ પ્રકશિત મશાલ છે,
જે ધુમ્મસને વિખેરી નાખ્યા વિના ઝળહળે છે.

સ્વતંત્રતા ક્યારેય માંગવાથી નથી મળતી.
તેને લડીને જ મેળવવી પડશે.
યાદ રાખો કે સ્વતંત્રતાનું મૂલ્ય તમારે ચૂકવવું જ પડશે.
જેની કિંમત લોહી છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર
meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

જીવનમાં આગળ વધવા માટે પહેલાં તો આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ, તે પછી ઈશ્ચરમાં.

બધા જ લોકોની જરૂરિયાત માટે જે છે તે પૂરતું છે,
જયારે એક લોભી માટે તો તે પણ અપૂરતું જ હશે.

માણસ જો લાલચને ઠોકર મારી દે તો બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે.

કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી,
પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે.

જ્યારે બધા તમારું આંગણું છોડીને જતા રહે,
ત્યારે જે તમારા આંગણે આવીને ઊભો રહે તે જ સાચો મિત્ર.

હદયરોગનો ઇલાજ તો વિજ્ઞાન પાસે છે, પણ હૃદયમાં રહેલા ઈર્ષા, ક્રોધ, અભિમાન વગેરે દોષોનો ઇલાજ તો ફક્ત ધર્મ પાસે છે.

સમજણ સુવિચાર ફોટો (Best Meaningful Gujarati Quotes On Life Photos)

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવા માટે જરૂરી ગુણો છે.

નાના માણસની મોટી ભૂલથી પણ એટલું નુકસાન નથી થતું,
જેટલું નુકસાન મોટા માણસની નાની ભૂલથી થાય છે.

કદાચ સોના અને ચાંદીના કૈલાસ સમા પર્વત ઉત્પન્ન થઈ જાય તો પણ લોભી પુરુષને એની કશી અસર થતી નથી. તૃપ્તિ થતી નથી કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે.
જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે, તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ શેળવતું નથી.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

બધી કલામાં જીવન જીવવાની કલા એ જ શ્રેષ્ઠ.
સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.

તમારા જીવનના તમે જ નેતા છો. મોટા ભાગના લોકો આવડત હોવા છતાં સ્વયં નેતૃત્વના અભાવે નિષ્ફળ બનતા હોય છે.

સત્ય મારા જીવનનો મૂળ મંત્ર છે,
જેના માટે હું સંસારનાં સમસ્ત યશ, વૈભવ અને પ્રેમનો પણ ત્યાગ કરી શકું છું.

માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણ કે બધા જ ગુણોની જવાબદારી તેના પર છે.

વિવાદ કરી કોઈ વ્યક્તિ એ કાંઈ મેળવ્યું નથી.
વિવાદમાં કોઈ જીત્યું નથી.
વિવાદમાં એ જ વ્યક્તિ જીતે, જે વિવાદમાં પડતા નથી.

શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ.
તેથી જ જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકનાં જીવન દ્વારા શીખી શકાય છે.

શરીર અને મન રોગો તથા અસ્વસ્થતાનો આધાર છે. જ્યારે શરીર, મન અને ઈન્દ્રિય-વિષયનો સમાન યોગ થાય છે ત્યારે સ્વાસ્થ્ય હોય છે અને એમનો અસમાન યોગ હોય છે ત્યારે બીમારી આવે છે.

જેઓ અનિત્ય શરીરમાં રહેતા હોવા છતાં નિત્ય યશ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરા બુદ્ધિશાળી.

અરે નાનકડા પુષ્પ જો હું કેવળ એ જાણી શક્યો હોત કે તું શું છે, તારું મૂળ શું છે, તારું સર્વસ્વ શું છે, તો હું ઈશ્વર અને તેની સૃષ્ટિના રહસ્યોને જાણી લેત.

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, ઘણું સમજુ છું એવું, જે હું સમજાવી નથી શકતો. ગયો ને જાય છે, દુ:ખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

સુંદર મન વિનાનો સુંદર ચહેરો એ કાચની આંખ જેવો છે,
એ ચમકશે જરૂર પણ જોઈ શકશે નહિ.

જો આત્મવિશ્વાસ નથી તો જીવનમાં હંમેશાં અસફળતા જ મળશે.
પણ જો આત્મવિશ્વાસ હશે તો કામને શરૂ કર્યા પહેલાં જ અસફળતા મળશે.

સ્વજન શત્રુ બની જાય છે અને પારકા મિત્ર બની જાય છે એવું જોવામાં આવે છે. કાર્યને વશ થઈ જ લોકો સ્નેહ કરે પણ છે અને તોડે પણ છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર
meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ ન્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલિ કોઈ ના આવે ગજું શું છે?
મહોબ્બત હોય જો સાચી તો ખુદ પાસે પણ ખુદા આવે.

આ શરીરને જો પરમાર્થમાં લગાવાય તો જ સાર્થક,
નહિ તો
તે માત્ર મૃત્યુની જ રાહ જોવા માટે છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

નિરંતર જિંદગીમાં દુ:ખના દાડા નથી હોતા,
ચમનમાં ફૂલ પણ છે એકલા કાંટા નથી હોતા.
સમય એવોય આવે છે કદી આ જિતદગાનીમાં,
કે જ્યારે સાથમાં ખુદના જ પડછાયા નથી હોતા.

દીવાની પાસે એકલા બેઠા હોઈએ
અને
સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.

થોડુંક ભાષણ આપતાં આવડી જાય અને થોડુંક વર્તમાનપત્રમાં લખતા આવડી જવાથી નેતૃત્વ નથી શીખી જવાતું નથી.
નેતા બનવું એ કંઈ સહેલું કામ નથી એ તો ક્રમિક વિકાસ છે.

જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ ભાષાની ખીલવણી હશે.

કામ કરવાથી કદાચ આનંદ ન મળે
પણ નાકમાં બેસવાથી તો નહિ જ મળે.

સારી પાચનશક્તિ ભૂખ અને સ્વાસ્થ્ય બન્ને પર પર આધાર રાખે છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

જીવન સિવાય બીજીં કોઈ અનન્ય ધન દુનિયામાં નથી.

વધારે પ્રમાણમાં પુણ્ય થાય તેનું જ સિદ્ધિ.

જીવનમાં જ્ઞાન એક, ભક્તિ એ બીજી પાંખ છે.
જયારે
યોગ એ સ્વસ્થતા જાળવવાની પૂંછડી છે.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર
meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

તક ગુમાવશો તો સફળતા પણ ગુમાવવી પડશે.

આરોગ્ય એ માત્ર શરીરનું જ નહિ આત્માનું પણ આભૂષણ છે.

શાસ્ર અને વિજ્ઞાનમાં માં બધાની દવા છે માત્ર મૂર્ખતા ને છોડતા.

લક્ષ્યમાં નિષ્ઠા અને સંલગ્નતા જ સાચી સફળતાનું રહસ્ય.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

જયારે કઈ ન બચે ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય છે.

પ્રસન્નતા વસંતની જેમ હૃદયની તમામ કળીઓને ખીલેલી રાખવામાં મદદ કરે છે.

અવિશ્વાસ એટલે ધીમું ઝેર.

પુસ્તકો વગરનું ઘર એટલે બારી બારણાં વગરનું મકાન.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ બનો.

ધન ઉછીનું લેવાથી તે વધુ વપરાય છે.

હું એક આશાવાદી બનવાનું પસન્દ કરીશ,
કેમ કે
નિરાશાવાદી થવાથી તો કોઈ લાભ જ નથી.

ધર્મ એક જ છે પણ સંસ્કરણો તેના ઘણાં.

પ્રેમ ઈશ્વરનો સ્વભાવ અને ભાષા તેની મૌન.

meaningful gujarati quotes on life સમજણ સુવિચાર
meaningful gujarati quotes on life સમજણ સુવિચાર

જ્ઞાની લોકો માટે તો દરેક ક્ષણ સતયુગ છે.

સમયથી પહેલાં અને ભાગ્યથી વધુ ક્યારેય કોઈને મળતું નથી, મળ્યું નથી અને મળશે પણ નહિ.

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ સમજણ સુવિચાર કોપી કઈ રીતે કરવા?

તમામ સમજણ સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

Meaningful Gujarati Quotes ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ ક્વોટસ ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ સમજણ સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ સમજણ સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Disclaimer (અસ્વીકરણ)

આ આર્ટિકલ માં દર્શાવેલ બધા સુવિચાર, શાયરી કે ક્વોટ્સ કદાચ અમારા દ્વારા લખવામાં આવેલા નથી. અમે ફક્ત અહીં એક સુંદર કલેક્શન આપ્યું છે, જેનો ઉપીયોગ તમે સરળતા થી કરી શકો. છતાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ઇમેઇલ દ્વારા ચોક્કસ અમારો સંપર્ક કરો, અમે ચોક્કસ તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.

Summary (સારાંશ)

અહીં આ “સુંદર સમજણ સુવિચાર (Best Meaningful Gujarati Quotes On Life)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment