નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “જ્ઞાન સુવિચાર ગુજરાતીમાં (Inspirational Gujarati Quotes)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.
જ્ઞાન અને મોટિવેશન તમને જીવન માંથી ઘણી જગ્યાએ થી પ્રાપ્ત થશે અને તમારે તેની જરૂર પણ પડશે. તો ચાલો આજે આવા જ રસપ્રદ વિષય ઉપર થોડા સુવિચાર જોઈએ, જે તમને જરૂર થી ગમશે.
આ પણ જરૂર નિહાળો- 51+ લેટેસ્ટ દોસ્તી શાયરી (Gujarati Shayari on Dosti)
Table of Contents
જ્ઞાન સુવિચાર ગુજરાતીમાં (Inspirational Gujarati Quotes)
આકર્ષક અને સુંદર લાગે તે સદાય શ્રેષ્ઠ નથી હોતું પણ જે શ્રેષ્ઠ છે તે હંમેશાં સુંદર હોય છે.
માણસ માત્ર વરસોમાં અગળ નથી વધતો તે અંતર યાત્રામાં પણ તે આગળ વધે છે.
પ્રશંસા હૃધ્યથી થાય છે, જ્યારે ખુશામત હોઠથી થાય છે. પ્રશંસામાં નિ:સ્વાર્થ હોય છે, જ્યારે ખુશામતમાં સ્વાર્થ હોય છે.
કાલે જ મુત્યુ પામવાના હો એવું માનીને જીવન જીવો, અને કદીયે મૃત્યુ પામવાના ન હો એમ માનીને કાર્ય કરો.
પ્રતિષ્ઠા મેળવવાં વર્ષો મહેનત કરવી પડે છે જ્યારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે.
તેણે વીણી વીણીને પોતાના દુશ્મનોને ખતમ કરી નાખ્યા. શસ્રથી નહિ, પણ દુશ્મનોમાં રહેલા આવગુણોની પ્રશંસા કરીને.
કજૂસે દાટેલું ધન પણ ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે જ્યારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે.
સમય શાણા બનાવે એ પહેલાં સમયસર શાણા બની જવું.
આત્મવિશ્વાસ ગુમાવ્યા પછી કશું ગુમાવવાનું બાકી રહેતું નથી.
વનસ્પતિ સૃષ્ટિ માટે જેટલો સૂર્યપ્રકાશ જરૂરી છે, તેટલું જ હાસ્ય શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.
તમે ચાહો એવા બીજા ન બને તો ગુસ્સે ન થતા, કારણ કે તમે પોતે જ તમે ચાહો છો એવા ક્યાં થઈ શકો છો?
મનુષ્યનું સર્વોત્તમ ભાગ્ય કે તેનું નિક્ટમ દુર્ભાગ્ય તેની પત્ની જ હોય છે.
અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો ખુબ જ સરળ છે.
આ પણ જરૂર નિહાળો- 100+ Best ગુજરાતી લવ પ્રેમ શાયરી (Gujarati Shayari For Love)
નમ્રતા ખોટી નથી પણ નસ્રતાનું અસ્થાને પ્રગટ થવું ખોટું છે.
દુર્જનો સાથે ભલાઈ કરવી એટલે સજ્જનો સાથે બૂરાઈ કરવી.
જેમ કાચું ફળ બેસ્વાદ તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક.
જે આનંદમાં બધા સહભાગી ન હોય, તે હંમેશા અપૂર્ણ હોય છે.
જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.
વિશ્વાસ ગુમાવતા જીવતા મૃત્યુ થાય છે.
બાહ્ય શુદ્ધિ જળથી અને આંતરિક શુદ્ધિ સત્યથી થાય છે.
જરૂરિયાત એ કોઈ પણ શોધની જનની છે.
જે વ્યક્તિ પોતાનું નામ કર્મોથી બનાવે તે જ ઉત્તમ વ્યક્તિ.
મનુષ્ય રડતો જન્મે, ફરિયાદો કરતો જીવે. અને નિરાશ થઈને મરે છે.
વિવાદ માટે પણ વ્યક્તિએ પોતાના જ્ઞાનને વિકસાવવું પડે છે.
ચારિત્ર્ય વગરનું જીવન સુગંધ વગરની અગરબત્તી જેવું છે.
આશાની છીપલીમાં જ સુંદર મોતી ઉદ્ભવે છે.
મૃત્યુ નહિ પણ તેની પાછળનો હેતુ માણસને શહીદ બનાવે છે.
આ જન્મનો અંત એટલે આગલા જીવનનો આરંભ છે.
વિશવનું સૌથી ઉત્તમ આભૂષણ એટલે ચારિત્ર.
જ્યારે શરીરના કોઈ એક ભાગમાં પણ પીડા થાય છે ત્યારે આખું શરીર બેચેન થઈ જાય છે.
મનુષ્ય મનુષ્યમાં છે અંતર કોઈ હીરો કોઈ કંકર.
લગ્ન વખતે પસંદગી આંખોથી નહિ પણ કાનથી કરો.
આશા એક એવો તારો છે, જે રાતે અને દિવસે બન્ને વખતે દેખાય છે.
મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી પણ ખામી છે સંકલ્પની.
મીઠા બોલ બોલજો, એટલે મીઠા પડઘા સંભળાશે.
હંમેશા શ્રદ્ધા બળવાન પર અને દયા કમજોર પર હોય છે.
હાસ્ય એ સૌથી મોટો સદગુણ.
ભલાઈ ન કરી શકો તો કાંઈ નહિ પણ બૂરાઈ તો કદી નહિ.
જીવન માં સફળતા એટલે જે ગમે તે મળે, અને સુખ એટલે જે મળે તે ગમે.
નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે.
દરેક વ્યક્તિની જરૂર હોય છે અને કોઈ વ્યક્તિ અનિવાર્ય પણ હોતો નથી.
બીજાના દુ:ખની વાતો કંટાળો પામ્યા વિના સાંભળતા શીખો. કારણ કે દુઃખ અને સુખ તો બધાના જીવનમાં આવે છે.
લેટેસ્ટ જ્ઞાન સુવિચાર ગુજરાતીમાં (Latest Inspirational Gujarati Quotes)
હરીફ એ તમારો શત્રુ નથી, એની નિંદા ન કરો, એની પણ પ્રશંસા કરો.
સૌદર્ય પર આધારિત પ્રેમ જલદી નષ્ટ થઈ જાય છે.
વિશ્વને બદલવા માગો છો? તો પેલા તમારી જાતને બદલો.
આળસુ મન એટલે શેતાનનું ઘર.
કઈ પણ જંગ જીતવા માટે પેલા હારવાની તૈયારી રાખવી.
કંજૂસ જેવો કોઈ દાતા નથી. તે ખર્ચ કર્યા વિના પોતાની બધી સંપત્તિ બીજને આપી જતો રહે છે.
જીવનમાં મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.
મોત તો કાયરોને વળગે છે. બહાદુરોને તો ભેટે છે.
દુ:ખ કોઈ પણ વ્યક્તિને બુદ્ધિમાન બનાવી શકે છે.
ફળને ચાખ્યા વિના વૃક્ષ વિશે કાંઈ કેહવું વ્યર્થ છે.
સફળ વ્યક્તિ ને બધા જાણે છે પણ સફળ થનારાનાં દુ:ખ કોઈ જાણતું નથી.
આપણાં કષ્ટ પાપનું પ્રાયશ્ચિત્ત હોય છે.
ન બોલાયેલા શબ્દના માલિક છો પણ બોલાયેલા શબ્દના ગુલામ.
મોટા મોટા મહાન સંકલ્પો આવેગમાં જ જન્મ લે છે.
જવાબદારી આવી પડતાં જ્ઞાન આપોઆપ આવી જશે.
જીવનમાં શત્રુની કૃપા કરતા મિત્રનો અત્યાચાર વધુ સારો.
ઘણુંબધું જાણ્યા પછી કશુંક મૂળભૂત જાણવાનું રહી જાય છે.
પ્રયત્નશીલ મનુષ્ય પાસે સદાય આશા જીવંત હોય છે.
સમૃદ્ધિમાં મિત્રો આપણને અને વિપત્તિમાં આપણે એમને જાણીએ છીએ.
જે વ્યક્તિને ભવિષ્યનો ભય ના હોય તે જ વર્તમાનનો આનંદ માણી શકે.
કોઈ પણ વસ્તુનો નિશ્ચય જ સારામાં સારી અને સાચામાં સાચી ચતુરાઈ છે.
ચારિત્ર્ય એટલે જીવનની શ્રેષ્ઠ મૂડી.
પરાજય તો ક્ષણિક હોય છે. તેને સનાતન બનાવે છે હતાશા.
સ્વાસ્થ્ય માટે સૌથી નુકસાનકારક એટલે વધુપડતી કાળજી.
માણસની ઈચ્છાઓમાંથી અડધી હોય છે પણ જો પૂરી થઈ જાય તો એની મુસીબતો બેવડી થઈ જાય.
યૌવનને ચાબુકની નહિ, લગામની જરૂર હોય છે.
આપણા જીવનનો મુખ્ય હેતુ ખુશ રહેવાનો છે.
તમે માત્ર એક જ વાર જીવો છો, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે જીવો છો, તો એકવાર પૂરતું છે.
જીવનની ઘણા લોકો નિષ્ફળ એટલે બને છે, કેમ કે તેમને ખ્યાલ ન હતો કે તેઓ સફળતાની કેટલી નજીક છે, જ્યારે તેઓએ તો હાર માની લીધી હોય છે.
કેટલો સમય નહિ, પરંતુ કેટલું સારું જીવ્યા છો તે મુખ્ય વસ્તુ છે.
જીવન એ ઉકેલવા માટેની સમસ્યા નથી, પરંતુ અનુભવવા માટેની વાસ્તવિકતા છે.
તમારા ઘાને શાણપણમાં ફેરવો.
જો તમને મેઘધનુષ્ય જોઈએ છે, તો તમારે વરસાદનો સામનો કરવો પડશે.
દરેક વ્યક્તિ પ્રખ્યાત બનવા માંગે છે, પરંતુ કોઈ પણ કામ કરવા માંગતું નથી.
મને ટીકા ગમે છે. તે મને વધુ મજબૂત બનાવે છે.
જીવન તમારા પર એવી વસ્તુઓ લાદે છે કે જેને તમે નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ તમે હજી પણ આમાંથી કેવી રીતે જીવશો તેની પસંદગી તમારી પાસે છે.
મનુષ્ય જીવન ક્યારેય સરળ હોતું નથી. ત્યાં કામ કરવાનું હોય છે અને જવાબદારીઓ પૂરી કરવાની હોય છે.
જીવન સાયકલ ચલાવવા જેવું છે. તમારું સંતુલન જાળવવા માટે, તમારે આગળ વધવું જ પડશે.
જીવન ખરેખર સરળ છે, પરંતુ લોકો તેને જટિલ બનાવવાનો આગ્રહ રાખે છે.
જીવન મિસ્ટ્રી બોક્સ જેવું છે. તમે ક્યારેય જાણતા નથી કે તમે શું મેળવશો.
જીવનનો સૌથી આરોગ્યપ્રદ પ્રતિભાવ આનંદ છે.
જીવન એક સિક્કા જેવું છે. તમે તેને ગમે તે રીતે ખર્ચી શકો છો, પરંતુ ફક્ત એક વાર.
જીવનમાં શાંત રહો અને કાર્ય ચાલુ રાખો.
જીવન એક ફૂલ છે જેમાં પ્રેમ એ મધ છે.
સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે, સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે, વફાદારી એ શ્રેષ્ઠ સંબંધ છે.
તમારા માથામાં મગજ છે. તમારા પગરખાંમાં પગ છે. તમે તમારી પસંદગીની કોઈપણ દિશામાં તમારી જાતને વળી શકો છો.
જો કોઈ વ્યક્તિ રમુજી ન હોય તો નક્કી તેનું જીવન દુ:ખદ હશે.
જીવનનો સૌથી મોટો આનંદ પ્રેમ છે.
આપણામાંથી ઘણા બધા સપનાઓ પુરા કરવા જીવતા નથી, કારણ કે આપણે આપણા ડરમાં જીવીએ છીએ.
તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.
FAQ
અહીં દર્શાવેલ જ્ઞાન સુવિચાર કોપી કઈ રીતે કરવા?
તમામ જ્ઞાન સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.
જ્ઞાન સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?
કોઈ પણ જ્ઞાન સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
શું હું અહીં આપેલ જ્ઞાન સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?
હા અહીં આપેલા તમામ જ્ઞાન સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.
Disclaimer (અસ્વીકરણ)
આ આર્ટિકલ માં દર્શાવેલ બધા સુવિચાર, શાયરી કે ક્વોટ્સ કદાચ અમારા દ્વારા લખવામાં આવેલા નથી. અમે ફક્ત અહીં એક સુંદર કલેક્શન આપ્યું છે, જેનો ઉપીયોગ તમે સરળતા થી કરી શકો. છતાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ઇમેઇલ દ્વારા ચોક્કસ અમારો સંપર્ક કરો, અમે ચોક્કસ તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવીશું.
Summary (સારાંશ)
અહીં આ “જ્ઞાન સુવિચાર ગુજરાતીમાં (Inspirational Gujarati Quotes)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.