નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Gujarati Suvichar With Meaning, Image, Txt and SMS)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.
તમને ખબર જ હશે કે આજ નો યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર સ્માર્ટ ફોન થી શરુ અને દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જ કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર અને સરસ ફોટોસ આપવાની કોશિશ કરી છે, જેનો ઉપીયોગ તમે આસાની થી તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે સ્ટોરીસ માં કરી શકો છો.
Table of Contents
ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Gujarati Suvichar With Meaning, Image, Txt and SMS)
નીચે તમને થોડા સુવિચાર અને તેના અર્થ સાથે નું એક વિશાળ લિસ્ટ જોવા મળશે, જેનો ઉપીયોગ તમે આસાની થી કોઈ પણ સોશ્યિલ મીડિયા ના પ્લેટફોર્મ પર કરી શકો છો. તમે નીચે દર્શાવેલા કોઈ પણ સુવિચાર ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વૉહટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. નીચે દર્શાવેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કેવી રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલા છે.
આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes
તે આત્મા સુધી તો નેત્ર જઈ શકે છે, ન તો વાણી જઈ શકે છે કે ન તો મન જઈ શકે.
શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે. મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે ફક્ત આત્મા છે
જ્યાં સુધી આત્મા તત્ત્વ સિંચશો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.
ન્યાયની અદાલતોથી પણ મોટી એક અદાલત હોય છે અને તે છે અંતરાત્માના
અવાજની અદાલત.
અંતરાત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતાં શ્રેષ્ઠ છે.
ન્યાયાધીશની જેમ આપણને દંડ આપતા પહેલાં અંત:કરણ આપણને મિત્રની જેમ સાવધાન કરે છે.
જ્યાં અંત:કરણનું રાજ્ય શરૂ થાય છે ત્યાં મારું રાજ્ય સમાપ્ત થાય છે.
સ્વતંત્રતાથી પણ વધુ શક્તિશાળી એક શબ્દ છે અને તે છે, અંત:કરણ.
જેમ શરીર માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે તેમ આત્મા માટે સારું અંત:કરણ જરૂરી છે.
સજ્જનોની મહાનતા તેઓના અંત:કરણમાં હોય છે. લોકોની પ્રશંસામાં નહિ.
જે નિરંતર આત્મામાં બધા લોકોને અને બધા લોકોમાં આત્માને જુએ છે તે કોઈથી પણ અને કશાથી કંટાળતો નથી.
એ વ્યક્તિ આંધળો છે જે પોતાના અંત:કરણને નથી જોતો અને એ વ્યક્તિ લંગડો છે જે સત્યના માર્ગે નથી ચાલતો.
જ્યાં કોઈ કાનૂન નથી હોતો ત્યાં અંત:કરણ હોય છે.
અંત:કરણનો દંશ મનુષ્યોને દર્શન શીખવાડે છે.
આત્માનો અવાજ હંમેશાં સાચો જ હોય છે.
અંત:કરણ બધા મનુષ્યો માટે ઈશ્વર છે.
અંત:કરણ એ અંદરનો અવાજ છે જે ચેતવણી આપે છે કે કોઈક જોઈ રહ્યું છે.
અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી.
અજ્ઞાન ખરાબ છે તે ખરું, પણ જાણવાની ઇચ્છા જ ન કરવી તે એથી પણ વધુ ખરાબ છે.
સોમાંથી નવ્વાણુ ટકા માણસો પોતાના અજ્ઞાનથી પોતે દુ:ખી થાય છે.
જ્યાં અજ્ઞાન છે ત્યાં દુ:ખ જરૂર આવશે જ.
અજ્ઞાની હોવું એટલી શરમની વાત નથી, જેટલું શીખવા માટે તૈયાર ન હોવું.
અજ્ઞાની આત્મપ્રશંસા માટે હંમેશાં તૈયાર હોય છે.
સંસારમાં નીતિ, નિયતિ, વેદ, શાસ્ત્ર તથા બ્રહ્મ આ બધાના વિષે જાણવાવાળા મળી શકે છે, પણ પોતાના અજ્ઞાન વિષે જાણનારા તો કોઈકજ વિરલા જ હોય છે.
એ જાણવું કે આપ અજ્ઞાની છો, તે જ્ઞાની બનવાનું પ્રથમ પગથિયું છે.
વિશ્વનો પ્રત્યેક માનવી અજ્ઞાની છે, ફક્ત પ્રત્યેકનું અજ્ઞાન જુદા જુદા વિષયો અંગેનું હોય છે.
અજ્ઞાન ભગવાનનો શ્રાપ છે.
અજ્ઞાન એ નિર્દોષતા નથી પણ પાપ છે.
કોઈ પણ વિષયમાં અધૂરા જ્ઞાન કરતાં તે વિષયનું અજ્ઞાન વધુ સારૂ છે.
એવો પણ સમય આવે છે, જ્યારે અજ્ઞાન એ વરદાન સિદ્ધ થાય છે.
જેનામાં સારા સાર સમજવાની શક્તિ હોય તેની સાથે વાદવિવાદ હોઈ શકે, પરંતુ અજ્ઞાની સાથે નહિ.
અજ્ઞાની માટે મૌન સૌથી શ્રેષ્ઠ છે અને જો તેને આ યુક્તિ સમજાઈ જાય તો તે અજ્ઞાની જ ન રહે.
અજ્ઞાનનું દુ:ખ એ સૌથી મોટું દુ:ખ છે.
છ રીતે અજ્ઞાનીને ઓળખી શકાય : કારણ વગર ગુસ્સે થાય, લાભ વગર બોલે,
પ્રગતિ વિના પરિવર્તન પામે, કામનું ન હોવા છતાં પૂછપરછ કરે, અજાણી વ્યક્તિમાં વિશ્વાસ મૂકે અને દુશ્મનને મિત્ર માને.
સૌથી મોટું નુકસાન શું છે? અવસર ચૂકી જવો તે.
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે, તેથી વિશેષ તકો તે ઊભી કરે છે.
ઘણી વાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.
બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી, પણ અવસર જાતે પેદા કરે છે.
એક મોટી તક આવી પહોચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની
તકોને ઝડપી લઈએ તો આપણે ઝડપથી મંઝિલ સુધી પહોંચી શકીએ છીએ.
આ પૃથ્વી પર કોઈ જ સલામતી નથી. અહીં માત્ર તકો છે.
કોઈ પણ મહાન માણસે ક્યારેય ‘તક મળતી નથી’ એવી ફરિયાદ કરી નથી.
તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતાં તે જતી રહે ત્યારે તે મોટી ખુબ લાગે છે.
ઘણા માણસો તકને ઝડપી તો લે છે, પણ પછી તુરંત જ તેને જતી કરે છે.
જ્યારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે.
નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે, જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.
જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે, જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે.
આ જગતમાં યોગ્યતા કરતાં ઘણી વધુ તકો છે.
અવસર ચૂકી જનારને પછતાવું પડે છે.
આ પણ જરૂર નિહાળો-100+ Meaningful Gujarati Quotes (મીનિંગફુલ ગુજરાતી ક્વોટસ)
How to Save Gujarati Suvichar Txt, Photos and Image
તમે અહીં જે ગુજરાતી સુવિચાર ને કોપી કરી અને તમારા સોશ્યિલ મીડિયા મા ઉપીયોગ કરવા માંગતા હોય તો તમારે અહીં થી ઇમેજ ને કે ટેક્સ્ટ ને કોપી કરવાના રહેશે. જો તમને નથી ખબર કે કઈ રીતે આ કામ સરળતા થી કરવું? તેના માટે નીચે આપેલા થોડા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
- જે ટેક્સ્ટ ને કોપી કરવું છે, તેના પર થોડી વાર સુધી ક્લિક કરી રાખો.
- હવે તમને Cut, Copy, Paste ઓપ્શન નું એક સબ મેનુ દેખાશે.
- તેમાં copy text પર ક્લિક કરો
- હવે જ્યાં તમારે તે ટેક્સ્ટ પેસ્ટ કરવું છે, ત્યાં જઈ ટેક્સ્ટ ને પેસ્ટ કરો.
- Image કે Photo ને સેવ કરવા, તે ફોટો ઉપર થોડી વાર સુધી ક્લિક કરો.
- હવે save નો એક ઓપ્શન તમને દેખાશે.
- તેમાં Save Image પર ક્લિક કરો.
- હવે તે ફોટો તમારી ગેલેરી માં સેવ થઇ ગયો હશે.
તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.
FAQ
અહીં દર્શાવેલ Gujarati Suvichar With Meaning કોપી કઈ રીતે કરવા?
તમામ ગુજરાતી સુવિચાર અર્થ સાથે ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.
ગુજરાતી સુવિચાર અર્થ સાથે ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?
કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
શું હું અહીં આપેલ ગુજરાતી સુવિચાર અર્થ સાથે ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?
હા અહીં આપેલા તમામ ગુજરાતી સુવિચાર અર્થ સાથે ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.
Summary (સારાંશ)
અહીં આ “ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Gujarati Suvichar With Meaning, Image, Txt and SMS)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.