શુભ સવાર સુવિચાર- Good Morning Thoughts in Gujarati, Photos and Txt

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ (Best Good Morning Thoughts in Gujarati with Photos and Txt)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.

સાચું કહું તો આજનો આપનો દિવસ સ્માર્ટફોન થી શરુ થાય છે અને દિવસ દરમિયાન આપણે ઘણા કલાકો ફોન સાથે વીતાવીયે છીએ, જયારે આપણા દિવસ નો અંત પણ સ્માર્ટફોન થી થાય છે. આપણે દરરોજ સવાર માં આપણા મિત્રો અને સાગા સબંધી ને સોશ્યિલ મીડિયા દ્વારા સુવિચારો મોકલતા હોઈએ છીએ, તેથી આજની પોસ્ટ તમારા માટે ઉપીયોગી છે.

આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes

બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ (Best Good Morning Thoughts in Gujarati with Photos and Txt)

તો ચાલો આપણે આર્ટિકલ તરફ આગળ વધીએ અને સવારમાં મોકલી શકાય તેવા શુભસવાર સુવિચાર નું એક વિશાળ કલેકશન અને ફોટો જોઈએ. તમને નીચે દર્શાવેલા સુવિચાર જરૂર ગમશે અને તેના ફોટો પણ ઘણા સિમ્પલ અને અટ્રેકટીવ છે. તમે અહીં થી કોઈ પણ વસ્તુ સોશ્યિલ મીડિયા માં આસાની થી શેર કરી શકો છો.

તમને ખબર જ હશે કે જીવન માં સુવિચાર કે થોટ આપણને ઘણી વાર ખુબ જ પ્રેરિત કરે છે. તો ચાલો આવાજ થોટ આપણે જોઈએ જેને તમે ટેક્સ્ટ આસાની થી કોપી કરી શકો છો. અહીં દર્શાવેલા ફોટા ને પણ તમે તમારા ફોન માં સેવ કરી શકો છો, ફોટો સેવ કરવા ફોટા ઉપર થોડી વાર ક્લિક કરી રાખો. હવે તમને એક મેનુ જોવા મળશે જેમાં Save Image નો એક ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરો એટલે તે ફોટો તમારી ગેલેરી માં સેવ થઇ જશે.

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

જો તમારામાં અહંકાર નથી, તો કોઈ પુસ્તકની લીટી વાંચ્યા વિના કે કોઈ મંદિરમાં ગયા વગર જ તમે મોક્ષ પામશો.
🙏🌝શુભ સવાર🌝🙏

જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ ખરો વિઘ્વાન.
🙏🌝Good Morning🌝🙏

જન્મ અને મૃત્યુ જગતના બે નિર્વિવાદિત સત્ય છે, જેને બધા ને સ્વિકારવા જ પડશે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

દુ:ખ આવતાં પહેલાં દુ:ખી થઈ જનાર જરૂર કરતાં વધુ દુ:ખ ભોગવે છે.
🙏🌝Good Morning🌝🙏

મૃત્યુથી વધુ સુંદર કોઈ ઉત્સવ નથી.
🙏🌝Good Morning🌝🙏

દુ:ખ એ દરિયા જેવું છે તે પહેલાં અંદર ડુબાડીને પછી મોતી આપે છે.
🙏🌝Good Morning🌝🙏

બુદ્ધિમાન બોલતાં પહેલાં જ વિચારે છે,
જ્યારે મૂર્ખ બોલી લીધા પછી વિચારે છે.
🙏🌝Good Morning🌝🙏

અભિમાને ફરિસ્તાઓને શેતાન બનાવી દીધા, જ્યારે નમ્રતાએ ઇન્સાનને ફૂરિસ્તા બનાવી દીધા.
🙏🌝Good Morning🌝🙏

સાચો ભક્ત કોઈના થી ડરતો નથી.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર
good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

અહંકારી મનુષ્યોમાં કૃતજ્ઞના બહુ ઓછી હોય છે. તે એમ સમજે છે, કે હું જેટલું મેળવવાને યોગ્ય છું, તેટલું મને મળ્યું નથી.
🙏🌝શુભ સવાર🌝🙏

અભિમાની માણસ પોતાનાં સારા કામો ગણાવ્યા કરે છે, અને બીજાનાં ખરાબ કામો જ ગણાવ્યાં કરે છે.
🙏🌝Good Morning🌝🙏

ઘડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષ્યા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્યનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુનો નાશ કરે છે.
🙏🌝Good Morning🌝🙏

વિદ્દાન વ્યક્તિને પ્રસન્‍ન કરવો તેથી પણ વધુ સરળ છે. પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.
🙏🌝Good Morning🌝🙏

અહિંસા પરમ ધર્મ છે. અહિંસા પરમ તપ છે. અહિંસા પરમ જ્ઞાન છે અને અહિંસા પરમ પદ છે.
🙏🌝શુભ સવાર🌝🙏

અહિંસાનો અર્થ એ નથી કે આપણે કોઈનું ખરાબ ન કરીએ કે ન ઇચ્છીએ, બલકે બધાનું ભલું કરીએ અને ભલું કરવા માટે આગળ વધીએ.
🙏🌝Good Morning🌝🙏

અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા, અને કાન્ત એટલે વિચારોની અહિસા અને અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા છે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

કોઈનો પણ જીવ લેવો એ સામાન્યપણે પૃથ્વી પરનું સૌથી અધમ કુત્ય છે. એ તો ભગવાન પર જ છોડી દેવું જેઈએ.
🙏🌝Good Morning🌝🙏

અહિંસા પ્રચંડ શસ્ત્ર છે. તેમાં પરમ પુરુષાર્થ છે. તે કાયરોથી દૂર ભાગે છે અને વીર પુરુષોની તે શોભા છે. તે શુષ્ક, નીરસ અને જડ પદાર્થ નથી. તે આત્માનો વિશેષ ગુણ છે.
🙏🌝શુભ સવાર🌝🙏

કોઈનું જીવન લંબાવવાની તારી જે તાકાત નથી, તો કોઈનું જીવન ટૂંકાવી દેવાનો તને ક્યાં અધિકાર છે?
🙏🌝Good Morning🌝🙏

અમુક ઉમર પછી શરીર નથી વધતું,
માત્ર પેટ જ વધે છે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

ચારિત્ર્ય જીવનનો અરિસો છે તેનું પ્રતિબિબ બહાર પડ્યા વગર રહેતું નથી.
🙏🌝Good Morning🌝🙏

જીવન માં કોઈ દુશ્મન નાનો નથી હોતો.
🙏🌝Good Morning🌝🙏

આ વિશ્વમાં તમે ખૂબ મહત્ત્વની વ્યક્તિ છો
કારણ કે ઈશ્વર તમને હજીય ચાહે છે.
🙏🌝Good Morning🌝🙏

મંદિર બ્હાર ભિક્ષુક,
અને ભીતર હું,
બસ ફર્ક આટલો!
🙏🌝Good Morning🌝🙏

મનુષ્યને પોતાનાં દુ:ખ અને અફસોસને વળગી રહેવું ગમતું હોય છે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર
good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

એકલા હોવા કરતા ઝઘડાળું હોવું વધુ સારું છે.
🙏🌝Good Morning🌝🙏

જે માણસ પાસે માત્ર પૈસો જ છે,
તે માણસ સૌથી ગરીબ છે.
🙏🌝Good Morning🌝🙏

ધન દોલત કમાવવાં મુશ્કેલ નથી
પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો મુશ્કેલ છે.
🙏🌝Good Morning🌝🙏

હું પણ ફક્ત એજ વાત જાણું છું,
કે હું કંઈ જાણતો નથી.

🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

હિંસા ન કરવી એટલે અહિંસા એમ કહેવું ભૂલભરેલું છે. અહિંસાનો અર્થ છે, પ્રાણીમાત્ર પર પ્રેમ રાખવો.
🙏🌝Good Morning🌝🙏

અહિસાની ભાવનાથી તરબતર રહીને પ્રાણીમાત્ર પર રાજ કરવું જોઈએ. અહિસાનો અર્થ છે, ઈશ્વર પર ભરોસો રાખવો.
🙏🌝Good Morning🌝🙏

પ્રીતિવચન જેવુ બીજું વશીકરણ નથી, કળાકૌશલ જેવું બીજું ધન નર્થી. અહિંસા જેવો બીજો કોઈ ધર્મ નથી.
🙏🌝શુભ સવાર🌝🙏

મનુષ્યવધ એ માનવ ક્રૂરતાની અને બર્બરતાની ચરમસીમા છે. જીવન નાના જીવોની રક્ષાથી સફળ થાય છે તેઓના નાશથી નહિ.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.
🙏🌝Good Morning🌝🙏

પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે.
🙏🌝Good Morning🌝🙏

પોતાનું કેન્દ્ર બહાર ન રાખો તે તમારું પતન કરશે. પોતાનામાં પૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના કેન્દ્ર પરથી કામ કરતા રહો, કોઈ વસ્તુ તમને હેરાન કરશે નહિ.
🙏🌝શુભ સવાર🌝🙏

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી. અનુભવથી આપને સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસ આપને તે કામ કરવાની તાકાત આપે છે.
🙏🌝Good Morning🌝🙏

જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશાં અસફળ જ રહેશો. પણ જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો કામને શરૂ કર્યા પહેલાં જ આપ સફળ હશો.
🙏🌝Good Morning🌝🙏

પોતાની જાત પર વિશ્વાસ ન હોવાને કારણે લોકો અઘરી પરિસ્થિતિઓનો સામનો કરતાં ડરે છે, પણ મને મારામાં વિશ્વાસ છે.
🙏🌝Good Morning🌝🙏

આનંદ બ્રહ્મ છે. આનંદ જ સાચું જ્ઞાન છે. આનંદથી જ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને આનંદમાં જ સમાઈ જાય છે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

કામ કરવાથી કદાચ હંમેશાં આનંદ ન મળે એવું બને ખરું, પણ કામ નહિ કરવાથી તો આનંદ નહિ જ મળે.
🙏🌝શુભ સવાર🌝🙏

આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહિ હોવા છતાં તમે ધારો તો બીજાને આપી શકો છો.
🙏🌝Good Morning🌝🙏

આનંદ મનની અંદર કે બહાર ક્યાંય નથી, તે તો ફક્ત પ્રભુ સાથેનાં આપણાં એક્યમાં છે.
🙏🌝Good Morning🌝🙏

જે સમયને વીતાવવામાં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન કહેવાય.
🙏🌝Good Morning🌝🙏

પ્રસન્નતા એક એવી વસ્તુ છે કે, જેમાં વ્યક્તિને શક્તિ મળે છે, શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.
🙏🌝Good Morning🌝🙏

વિજ્ઞાન જે છે તેનું દર્શન કરાવે છે,
જ્યારે ધર્મ જે હોવું જોઈએ તેનું દર્શન કરાવે છે.
🙏🌝Good Morning🌝🙏

જ્યારે શિષ્ય તૈયાર થાય છે,
ત્યારે ગુરુ આવી ચડે છે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર
good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

સુખ શું છે?
સાચું તો પ્રાણીનું જગતમાં નીરોગીપણું.
🙏🌝Good Morning🌝🙏

લગ્ન જીવન અર્થાત, અખંડ પુરુષાર્થ,
અખંડ બલિદાન અને અખંડ સર્વાંગી વિકાસ.
🙏🌝Good Morning🌝🙏

સભાનતામાં કરેલું પાપ પણ પુણ્ય બની જાય છે.
🙏🌝Good Morning🌝🙏

good morning thoughts in gujarati- શુભ સવાર સુવિચાર

ચિત્ર એટલે મૂંગી કવિતા
અને કવિતા એટલે બોલતું ચિત્ર.
🙏🌝Good Morning🌝🙏

સુખ પણ ઘણી વાર કપૂર જેવું હોય છે.
એની સુગંધ થોડા દિવસોમાં ઊડી જાય છે.
🙏🌝Good Morning🌝🙏

ઉદાર હૃદય વિનાનો પૈસાદાર માણસ પણ ભિખારી છે.
🙏🌝Good Morning🌝🙏

એક વાર જેણે વિશ્વાસઘાત કર્યો હોય
તેનો કદી પણ વિશ્વાસ ન કરવો.
🙏🌝Good Morning🌝🙏

આશા પણ નાસ્તાનાં રૂપ માં સારી છે,
અને ભોજનનાં રૂપમાં સૌથી ખરાબ.
🙏🌝Good Morning🌝🙏

જે મિત્રના દુ:ખથી દુ:ખી નથી અનુભવતો,
તે સાચા અર્થમાં મિત્ર હોતો નથી.
🙏🌝Good Morning🌝🙏

પહેલું મૌન તે વાણીનું અને છેલ્લું મૌન વિચારનું છે.
🙏🌝Good Morning🌝🙏

તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.

FAQ

અહીં દર્શાવેલ Good Morning Thoughts in Gujarati કોપી કઈ રીતે કરવા?

તમામ સુપ્રભાત સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.

શુભ સવાર સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?

કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

શું હું અહીં આપેલ શુભ સવાર સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?

હા અહીં આપેલા તમામ શુભ સવાર સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.

Summary (સારાંશ)

અહીં આ “બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ (Best Good Morning Thoughts in Gujarati with Photos and Txt)” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.

Leave a Comment