નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવી ઘણી શાયરી અને ક્વોટ્સ “બેસ્ટ સુપ્રભાત સુવિચાર- Best Good Morning Gujarati Quotes” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો.
સુવિચારો આપણા હૃદયમાં વર્ષો થી એક અલગ મહત્વ ધરાવે છે, જેના કારણે આપણે પેહલા ના સમયમાં સ્કૂલ કે કોઈ નોટિસ બોર્ડ ઉપર તેને લખતા. હાલ ડિજિટલ યુગમાં લોકો સોશિઅલ મીડિયામાં દરરોજ સવારે પોતાના મિત્રો અને સગા સબંધી ને મોકલતા હોઈએ છીએ, અહીં દર્શાવેલ સુવિચાર પણ તમે શેર કરી શકો છો.
આ પણ જરૂર નિહાળો- 51+ જ્ઞાન સુવિચાર- Best Inspirational Gujarati Quotes
Table of Contents
બેસ્ટ સુપ્રભાત સુવિચાર- Best Good Morning Gujarati Quotes
પાપ ન કરવું એ પણ દુનિયાની ભલાઈ કરવા જેવું જ છે.
બોલતાં બધાને આવડે છે, જ્યાંરે વાતચીત કરતાં થોડાને.
યાદ રાખો કે સત્ય કરતાં સૌદર્યને વધુ માન મળે.
પ્રતિભા મહાન કર્યો નો પ્રારંભ કરે છે,
પણ એને અંત તો પરિશ્રમ જ કરે છે.
શિખવવું એ કળા છે. જયારે પધ્ધતિ એ કળાનાં હથિયાર.
મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન વન.
માણસ પ્રથમ સંકલ્પ કરે છે જયારે બાદમાં સંકલ્પ માણસનું જીવન ઘડે છે.
ફરજ એવી વસ્તુ છે કે, જેની હંમેશ દરેક વ્યક્તિ બીજા પાસેથી આશા રાખે છે.
આત્મવિશ્વાસ એટલે સફળતાનું પ્રથમ રહસ્ય.
સમય મહાન ચિકિત્સક છે, જે બધા દુઃખ મટાડી દે છે.
ખુબ વધુ પડતી બુદ્ધિથી બુદ્ધિશાળી માણસ પણ મૂર્ખ બની જાય છે.
લગાતાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બને.
જેના ભાગ્યમાં જે સમયે જે હોય, તેને તે સમયે તે મળે.
જો વ્યક્તિ એક વાર બોલતાં પહેલાં બે વાર વિચારે તો નિશ્ચિત છે કે તે કૈક સારું જ બોલશો.
મિનિટોની ચિતા કરવાની જરૂર છે,
કારણ કે
કલાકો તો પોતાની ચિતા સ્વયં કરી લેશે.
અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોવા છતાં પણ આંધળા જેવો જ છે.
મનુષ્ય જાત ને પોતાનાં દુ:ખ અને અફસોસને વળગી રહેવું ગમતું હોય છે.
આ શરીર પ્રતિક્ષણ મરી રહ્યું છે પણ કોઈને દેખાતું નથી.
માનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે.
એવું સત્ય બોલવું કે જે હિત, મિત અને ગ્રાહ્ય હોય.
નથી હારમાં ભાગ્યનો દોષ હોતો,
પણ રહી હોય છે પ્રયત્નમાં કૈક ખામી.
ધર્મ મનુષ્ય માટે અફીણનું કામ કરે છે.
સજા કરવાનો અધિકાર તેને જ છે જે પ્રેમ કરે છે.
ધીરજ વિના માણસ કેટલો નિર્ધન છે!
સાંભળ્યું છે કે
ધીરજ વિના કોઈ ઘા રૂઝાયો હોય.
અપીલ કરે તે શિષ્ય નહિ,
દલીલ કરે તે દાસ નહિ,
ગડબડ કરે તે ભક્ત નહિ.
વ્યક્તિ ના શ્રેષ્ઠ ગુણોને વિકસાવવાની વિઘા એટલે ભક્તિ.
આજે માણસ હંમેશાં પોતાની ભૂલોનો એવી રીતે બચાવ કરે છે, જાણે તે એના હકોનો બચાવ કરી રહ્યો હોય.
દુનિયામાં સુખ અને પ્રસન્નતાથી રહેવું હોય તો જરૂરિયાત ઓછી કરો.
પૃથ્વી પર ઘણા માણસો આનંદ અને શાંતિ વિના જ જીવન પસાર કરે છે.
જયારે એમને ખબર નથી હોતી કે પ્રસન્નતાનો સાગર તેમના પોતાનાં હૃદયમાં જ છે.
પોતાની જાતને વધુ ને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કર્યા કરવો તે જ વીરતા છે.
સવારે ખીલતાં અને સાંજ પડ્યે કરમાઈ જતાં પુષ્પોને જોઈને વિચાર આવે છે કે સૌદર્ય હંમેશાં ક્ષણજીવી જ હોય છે.
વિજ્ઞાને માણસને પક્ષીઓથી વિશેષ ઊંચે ઊડવાની ક્ષમતા આપી.
માછલીથી વધારે ઊડે તરવાની શક્તિ આપી,
પણ ધરતી ઉપર વ્યવસ્થિત જીવન જીવતાં શીખવ્યું નથી.
જ્યારે જ્ઞાનદીપથી મનુષ્યનું અંતર્મન પ્રકાશિત થઈ જાય છે ત્યારે તે આત્માની સ્વતંત્રતાનો અનુભવ કરે છે.
જેમાં જીવનનું સત્ય નથી એવા શબ્દો મુખે દવલા,
જે અહંકારરૂપી કીચડ ફેંકવા જેવું છે.
શરીરના ઘાવ તો દવાથી સારા થઈ જાય છે પણ વાણીના ઘા રૂઝતા લાંબો સમય લાગશે.
જ્ઞાનનું લક્ષણ સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે.
કુદરતી દુ:ખ એ પરીક્ષા જયારે ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.
કોઈને પ્રેમ કરી તો એ જાણીને કરજો કેમ કે તેને નિભાવવો એ ખૂબ મુશ્કેલ હોય છે.
ભાષા કલ્પવૃક્ષ જેવી છે તેની પાસે જે માંગવામાં આવે છે તે તરત જ મળે છે.
જીવતા માણસ માટે પાપથી ભરેલા અંત:કરણની પીડા જ નરક સમાન છે.
સૌદર્ય સત્તા છે તો સ્મિત તેની તલવાર.
રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી હોય છે.
ઘણી વાર પ્રશંસા જ દુ:ખ દાયક હોય છે.
દુ:ખ ભોગવો તો જ સુખની કિંમત ખબર પડે.
જે વ્યક્તિ પાસે પૈસો જ માત્ર છે તેજ તો દુનિયાનો સૌથી ગરીબ.
તલવાર મારે એક વાર પણ ઉપકાર મારે વારંવાર.
દુનિયામાં મૂર્ખને પોતાના કરતાંય વધુ મૂર્ખ લોકો પ્રશંસા માટે મળી જતી હોય છે.
લખેલા કે બોલેલા શબ્દની શક્તિ કરતાં મને વિચારની શક્તિમાં વધુ વિશ્વાશ છે.
ભાગ્યની એક વાત તો નિશ્ચિત જ છે કે તે જરૂરથી બદલાશે.
હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે.
તક ભાગ્યે જ કોઈ ને બીજી વાર મળે છે.
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.
ભાષાની બે ખાણો. એક પુસ્તક તો બીજીં લોકોની વાણી.
દુ:ખની તો સીમા હોય છે પણ, ચિતા તો અસીમિત છે.
હાથી વેચી દીધા પછી તેના અંકુશ પર વિવાદ કરવા નો શું ફાયદો.
પાપમાં લપેટાવા કરતાં મુસીબતોથી ઘેરાયેલા રહેવું વધુ સારું.
દોડવું નકામું છે, મુખ્ય વાત તો તે જ છે કે સમયસર નીકળી જવું.
પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા એટલે આત્મવિશ્વાસ.
વિચારનું સૌદર્ય આકૃતિના સૌદર્ય કરતાં વધારે જાદુઈ અસર ધરાવે છે.
હું ઉપદેશ કે થોડી ઉદારતામાં વિશ્વાસ નથી રાખતો,
જો હું આપું છું તો મારી જાત પૂરેપૂરી આપી દઉં છું.
મારું સર્વસ્વ લૂંટાવી દઉ છું.
લેટેસ્ટ સુપ્રભાત સુવિચાર (Latest Good Morning Gujarati Quotes Photos)
રચનાત્મક ધ્યેયની પૂર્તિ માટે વિવિધ ઉપાયોનું મનન કરવા પૂરતી ચિતા વાંછનીય છે પણ, જ્યારે તે શરીરને જ ખાવા લાગે ત્યારે તે અવાંછનીય છે. કારણ કે પછી તો તે વ્યક્તિ પોતાના ધ્યેયને જ ખોઈ બેસે છે.
પ્રણયની રમતમાં હૃદય ખોઈ દીધું, છતાં બાકી છે હિંમત અમારી,
હવે દાવમાં પ્રાણ મૂકો દીધો છે, કેમ કે હારે તો બમણું રમે છે જુગારી.
આંખો માટે પ્રકાશનું જેટલું મહત્ત્વ,
ફેફસાં માટે જેટલું હવાનું મહત્ત્વ,
હૃદય માટે જેટલું પ્રેમનું મહત્ત્વ,
માણસના માટે એટલું જ સ્વતંત્રતાનું મહત્ત્વ.
મનની પ્રસન્નતા જ સર્વ રોગ દૂર કરે છે. જે પ્રસન્નતા સર્વ પ્રત્યેના સદભાવમાંથી પ્રાપ્ત થાય છે.
શરીર એ આત્માની સિતાર છે.
હવે તે તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સૂર નીકાળવા.
જરૂરિયાતો પૂરી કરવાને બદલે ઈચ્છાઓ પૂરી કરવાનાં તેઓ પ્રયત્ન કરે છે,
માટે વધુ લોકો દુઃખી થાય છે.
મનુષ્ય જીવનની સફળતા એમાં જ છે કે તે ઉપકારીના ઉપકારને કદી ન ભૂલે.
તેના ઉપકારથી વધારે તેના પર ઉપકાર કરે.
કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે.
દુ:ખની અનુભૂતિ થતા જ સુખ જ સારું લાગે છે,
જેમ કે અંધકાર થયા પછી જ દીપ દર્શન સારું લાગે.
પ્રાણી પ્રત્યે દયા કરવી એ આપણી ફરજ નહિ પણ આનંદ છે,
કેમકે તેનાથી આપણી તંદુરસ્તી અને કીર્તિમાં વધારો થાય છે.
એવું જ સત્ય કહેવું જોઈએ કે જે બીજાની પ્રસ્સનતા નું કારાણ હોય.
જે સત્ય બીજાના દુ:ખનું કારણ હોય ત્યાં બુદ્ધિશાળી વ્યક્તિ મૌન રહે છે.
દરેક પરિસ્થિતિની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય હોય છે,
કારણ કે તે સંપૂર્ણ અનંતતાનું પ્રતિનિધિત્વ કરે છે.
મૂર્ખ વ્યક્તિ સુખને દૂર શોધે છે,
જ્યારે બુદ્ધિમાન પોતાના પગ નીચે ઉત્પન્ન કરે છે.
દુ:ખ આવે ત્યારે હતાશ ન થવું અને સુખ આવે ત્યારે અહંકારી ન થવું.
તમે સર્જન કરો તે કલાકૃતિ ઉત્કૃષ્ટ જ હોય તે જરૂરી નથી.
સૂક્ષ્મપણે ચિત્રનું સર્જન થાય એ જ મહત્વપૂર્ણ છે.
તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા તમે નથી હોતા,
તેમજ
તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા.
રોગ ક્યા પ્રકારનો છે તે જાણવા કરતાં રોગી કયા પ્રકારનો છે તે જાણવું વિશેષ મહત્ત્વનું અને જરૂરી છે.
પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય ચમકદમક આપે છે જ્યારે પુસ્તકો અંત:કરણને ઉજવળ બનાવે છે.
કામ કરતાં પૂર્વે વિચારવું બુદ્ધિમતા છે.
કામ કરતી વખતે વિચારવું સતર્કતા
અને
કામ કરી લીધાં પછી વિચારવું મૂર્ખતા છે.
પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરના જહાજ જેવું છે.
ચાહ્યું હતુ જીવનનું તે ઘડતર ન થઈ શક્યું, એક રણ હતું, એ રણમાં સરોવર ન થઈ શક્યું. દલીલ ને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ, આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.
સાહિત્ય, સંગીત અને કલાથી વિહીન વ્યક્તિ શીંગડા અને પૂંછડી વગરના પશુ જેવો છે.
આનંદ મનની અંદર કે બહાર ક્યાંય નથી,
તે તો ફક્ત પ્રભુ સાથેનાં આપણાં એકાંતમાં છે.
ઉપર ચઢતી વખતે લોકો સાથ સારો વ્યવહાર રાખવો,
કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે.
પ્રાચીન ધર્મ કહે છે, તે નાસ્તિક છે જે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો. નવો ધર્મ કહે છે, નાસ્તિક એ છે કે જેને પોતાનામાં વિશ્વાસ નથી.
જેવી રીતે સૂર્યના પ્રકાશથી પૃથ્વી પરનો અંધકાર નષ્ટ થાય છે તેવી રીતે સત્સંગથી જીવનનો અંધકાર નાશ પામે છે.
જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને ફરીથી જીવનમાં રસ પ્રાપ્ત થશે.
દેવતા ન તો લાકડામાં છે, ન તો પથ્થર, ન તો માટી કે મૂર્તિમાં હોય છે.
દેવતા હોય છે વ્યક્તિની શ્રદ્ધામાં.
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
તમારી પાસે પણ કોઈ સુંદર ગુજરાતી સુવિચાર, ક્વોટ કે શાયરી હોય તો નીચે કોમેન્ટ કરો અને અમને મોકલો, અમે આ વેબસાઈટ માં તેને જરૂર થી પબ્લિશ કરીશું.
FAQ
અહીં દર્શાવેલ સુપ્રભાત સુવિચાર કોપી કઈ રીતે કરવા?
તમામ સુપ્રભાત સુવિચાર ની નીચે તમને કોપી કરવા માટે એક બટન આપેલું છે, જ્યાંથી તમે આસાનીથી કોઈ પણ સુવિચાર કે શાયરી આસાની થી કોપી કરી શકો છો. આ સિવાય ત્યાં તમને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સએપ માં શેર કરવાનો પણ ઓપ્શન મળી જશે.
સુપ્રભાત સુવિચાર ના ફોટા કઈ રીતે ડાઉનલોડ કરવા?
કોઈ પણ સુવિચાર ના ફોટો જે તમારે ડાઉનલોડ કરવો છે, તેના પર થોડા સમય માટે ટેપ કરો. હવે તમને એક નવું ઓપ્શન મેનુ દેખાશે, જ્યાં “Download Image” નો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. તરત જ તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.
શું હું અહીં આપેલ સુપ્રભાત સુવિચાર ના ફોટા નો ઉપયોગ કરી શકું છું?
હા અહીં આપેલા તમામ સુપ્રભાત સુવિચાર ના ફોટા અમારા દ્વારા બનાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ તમે ફેસબૂક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટ્ટર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી શકો છો. પણ અન્ય કોઈ વેબસાઈટ માં ઉપીયોગ કરી શકતા નથી.
Summary (સારાંશ)
અહીં આ “બેસ્ટ સુપ્રભાત સુવિચાર- Best Good Morning Gujarati Quotes” આર્ટિકલ નો અંત કરતા એક આશા રાખું છું, કે તમને અહીં દર્શાવેલ બધા સુવિચાર કે શાયરી જરૂર થી ગમ્યા હશે. આવા જ અવનવા ગુજરાતી કંટેન્ટ મેળવવા અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન Gujarati Status જરૂર થી ડાઉનલોડ કરો. આ સિવાય ડેઈલી ના અપડેટ્સ મેળવવા અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ચૂકશો.